વરસાદ હોય કે ઉનાળો Gujaratના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-20 12:21:31

ગુજરાતને વિકાસશીલ રાજ્ય કહેવામાં આવે છે. વિકાસની વાતો કરવામાં આવતી હોય છે. સામાન્ય દિવસોમાં પણ અનેક ગામોની પરિસ્થિતિ એવી હોય છે જેને જોઈને દયા આવી જતી હોય છે. આપણા મનમાં વિચાર આવે કે કેવી પરિસ્થિતિમાં આ લોકો રહેતા હશે. સામાન્ય દિવસોમાં તો તકલીફનો સામનો તેમને કરવો પડતો હોય છે પરંતુ પરિસ્થિતિ ત્યારે વિકટ બને જ્યારે ચોમાસાની સિઝન આવે. વરસાદી પાણી જ્યારે ગામડાઓમાં ભરાય ત્યારે આવન જાવન માટે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે.   

કોજ-વે પર વરસાદી પાણી ભરાતા લોકોને પડી મુશ્કેલી 

વરસાદની તબાહી પછી અનેક ગામડાઑમાંથી એવી તસવીરો સામે આવી જે દયનીય હતી. પણ આવી સ્થિતિ ગમે તે સિઝન કેમ ના હોય ત્યાં સામાન્ય રીતે જોવા મળતી હોય છે. થોડા દિવસોથી આખા ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે. ત્યારે મોડાસામાં કંઈક એવી જ પરિસ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે મોડાસાના માથાસૂલીયા અને અંણદાપૂર વચ્ચેના કોજ વે પર પાણી ફરી વળ્યાં છે. કોઝવે પર કમરસમાં પાણી વહેતા હતા જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. ગામમાં ઈમરજન્સી સેવા પણ ખોરવાઈ છે. 


108 સુધી દર્દીને પહોંચાડવા માટે ગ્રામજનોને કરવી પડે છે મહેનત

એવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા જેમાં બીમાર વૃદ્ધને ખાટલામાં સુવડાવી 108 સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે. પણ આ કોઈ પહેલી વાર બનેલી સ્થિતિ નથી. ગામડાઓમાં જરાક અમથો વરસાદ પડે છે અને આવા દ્રશ્યો સામાન્ય રીતે જોવા મળે છે. સ્થાનિકોની વેદના જ્યારે સાંભળી ત્યારે એમ થયું કે શું આ વિસ્તારો ગુજરાતમાં નથી આવતા? વિકાસની પરિભાષામાં, વિકાસના દાવા જ્યારે કરવામાં આવે છે ત્યારે આવા ગામના દ્રશ્યોને જોવા જોઈએ.  


વરસાદ નથી હોતો ત્યારે પણ પરિસ્થિતિ સરખી હોય છે!

હવે આમાં તો તંત્ર એવું કહશે કે વરસાદના કારણે આ હાલત થઈ છે. પણ જ્યારે વરસાદ નથી હોતો ત્યારે પણ ક્યાં સ્થિતિ સારી હોય છે.  એવા અનેક દ્રશ્યો છે જે અવાર નવાર સામે આવતા હોય છે.થોડા સમય પહેલા જ અમુક વિડીયો સામે આવ્યા હતા જેમાં પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડી પડી હતી. 


અનેક વખત સ્થાનિક લોકોએ કરી છે રજૂઆત પરંતુ મુશ્કેલી ઠેરની ઠેર!

ગુજરાતના શહેરોની પરિસ્થિતિ ભલે સારી હોય પરંતુ અંતરિયાળ વિસ્તારોની પરિસ્થિતિ એકદમ અલગ છે. વિકાસ માટે આજે પણ એ ગામો ઝંખે છે. અનેક એવા ગામડાઓ છે જ્યાં, એવા વિસ્તરાઓ છે જ્યાં પાકા રસ્તા જ નથી. સરકાર સુધી લોકો અવાજ પહોંચે, સ્થાનિકોને પડતી મુશ્કેલી સરકારને દેખાય, સ્થાનિકોના હિતમાં પગલા લેવામાં આવે તે માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવે છે. પરંતુ અંતે તો પરિસ્થિતિ ઠેરની ઠેર હોય છે. રજૂઆતો બાદ પણ તંત્રના બહેરા કાન સુધી સ્થાનિકોનો અવાજ નથી પહોંચતા તે દુખની વાત છે. સ્થાનિકોનો અવાજ સરકાર સુધી પહોંચે તેવી આશા...  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે