ગરમી સહન કરવા રહેવું પડશે તૈયાર! Gujaratમાં વરસાદ નહિ પણ ગરમી હેરાન કરશે? જાણો ક્યાં કેટલું નોંધાયું તાપમાન?


  • Published By :
  • Published Date : 2023-10-02 12:50:03

જ્યારે હવામાનની વાત કરીએ ત્યારે આપણા મનમાં એક જ વિચાર આવે કે આ આગાહી વરસાદને લઈ કરવામાં આવી છે. વરસાદ આવવાનો હોય ત્યારે હવામાન વિભાગ આગાહી કરે છે. પરંતુ આ સમાચાર વરસાદ નહીં પરંતુ ગરમીને લગતા છે. જી હા, અનેક શહેર એવા છે જ્યાં તાપમાનમાં વધારો નોંધાયો છે. 3થી 4 ડિગ્રી તાપમાન વધ્યું છે અમદાવાદનું. ઓક્ટોબર મહિનામાં ગરમીનો પારો અમદાવાદમાં 37 ડિગ્રીને પહોંચ્યો છે. પાટણ જિલ્લાનું તાપમાન 38.1 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસાનું તાપમાન 37.7 ડિગ્રી નોંધાયું હતું. આગામી અઠવાડિયામાં ચોમાસુ વિદાય લેશે. વરસાદ વિદાય લે તે પહેલા વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. 

ઓક્ટોબરની શરૂઆતમાં વધ્યું ગરમીનું તાપમાન 

સપ્ટેમ્બર મહિનામાં વરસાદે ગુજરાતમાં સારી, ધમાકેદાર બેટિંગ કરી હતી. ગુજરાતમાં 100 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. સામાન્ય કરતા ગુજરાતમાં આ વખતે 19 ટકા જેટલો વધારે વરસાદ થયો છે પરંતુ અનેક જગ્યાઓ એવી પણ હતી જ્યાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં છુટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદ નથી વરસવાનો. વરસાદની વિદાય સાથે વાતાવરણ સ્વચ્છ હશે પરંતુ અનેક શહેરોમાં તાપમાનનો પારો વધી શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરની શરૂઆતમાં જ અનેક શહેરોનું તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. 

આ શહેરોમાં નોંધાયું સૌથી વધુ તાપમાન 

રાજ્યના અનેક શહેરોમાં ગરમીનું પ્રભુત્વ વધતું જઈ  રહ્યું છે. વરસાદને કારણે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી હતી પરંતુ ઓક્ટોબરની શરૂઆતમાં જ ગરમીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં ઓક્ટોબર મહિનામાં અનેક શહેરોમાં ગરમીનું પ્રમાણ વધશે. ઓક્ટોબર દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પરંતુ ભારે વરસાદની સંભાવના નહીંવત છે. જો પહેલી ઓક્ટોબર તાપમાનની વાત કરીએ તો પાટણમાં 38.1 ડિગી, ડીસામાં 37.7 ડિગ્રી, અમદાવાદમાં 37.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 9 શહેરોમાં ગરમીનો પારો 36 ડિગ્રીથી વધારે નોંધાયું છે.    




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.