Loksabha Election માટે BJP ઉમેદવારોના નામની જાહેરાત કરે તે પહેલા Gautam Gambhirએ કરી રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત!, આપ્યું આ કારણ...


  • Published By :
  • Published Date : 2024-03-02 13:22:21

છેલ્લા અનેક દિવસો એવી ચર્ચાઓ થઈ રહી છે કે ભાજપ ગમે ત્યારે લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. અનેક સાંસદોની ટિકીટ કપાવાની શક્યતાઓ રહેલી છે. ભાજપ ઉમેદવારોના નામની યાદી જાહેર કરે તે પહેલા જ ક્રિકેટર ગૌતમ ગંભીરે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર ગૌતમ ગંભીરે પોસ્ટ શેર કરી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે મેં માનનીય પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાને વિનંતી કરી છે મને મારી રાજકીય ફરજોમાંથી મુક્ત કરો જેથી હું મારી આગામી ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. ઉપરાંત તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહનો પણ આભાર માન્યો છે. રાજનીતિની જવાબદારીમાંથી મુક્ત થવાની અપીલ ગૌતમ ગંભીરે જે.પી.નડ્ડાને કરી છે. 

આ રાજ્યો માટે ભાજપ ઉમેદવારોના નામની કરી શકે છે જાહેરાત !

એવી ચર્ચાઓ ચાલી રહી છે કે ભાજપ અનેક સાંસદોના પત્તા કાપી શકે છે. અનેક નવા ચહેરાઓને ભાજપ તક આપી શકે છે. ગૌતમ ગંભીરની ટિકીટ કપાય તે પહેલા જ ગૌતમ ગંભીરે સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે રાજનીતિમાંથી. તે દિલ્હીથી ચૂંટાઈને લોકસભા પહોંચ્યા હતા. ભાજપ ગમે ત્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી શકે છે તે પહેલા ગૌતમ ગંભીરે રાજનીતિથી સંન્યાસ લીધો છે. ભાજપની જે પ્રથમ યાદી આવવાની છે તેમાં ભાજપ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, છત્તીસગઢ, ગોવા તેમજ ઉત્તરાખંડની અમુક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. ભાજપ ચૂંટણી માટે કોઈ નવા ચહેરાને મેદાનમાં ઉતારે તો પણ નવાઈ નહીં કારણ કે નામ જાહેર કરવામાં ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપતું હોય છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે