ડોનાલ્ડ ટ્રમ્પની ટીમનો ગ્રીનલેન્ડની મુલાકાત પેહલા વિરોધ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-28 15:15:35

અમેરિકામાં  ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી ફરી એક વખત રાષ્ટ્રપતિ પદે ચૂંટાઈને આવ્યા છે ત્યારથી જ તેમણે યુએસનો વિસ્તાર વધારવાની રણનીતિ અપનાવી છે. જેમ કે , એક વખત તો તેમણે કેનેડાને યુએસનું ૫૧મુ રાજ્ય બનાવવાની વાત કરી અને ત્યારબાદ અવારનવાર તેમણે ગ્રીનલેન્ડનું યુએસમાં વિલીનીકરણ કરવાની વાત કરી છે . જોકે હવે ગ્રીનલેન્ડના લોકો પેહલાથી જ ડોનાલ્ડ ટ્રમ્પની આવી ઇચ્છાઓથી ખફા છે . જોકે આ અઠવાડીએ યુએસના ઉપરાષ્ટ્રપ્રમુખ જેડી વાન્સ અને સેકન્ડ લેડી એટલેકે તેમના પત્ની ઉષા વાન્સ  ગ્રીનલેન્ડની મુલાકાતે જવાના છે . થોડાક સમય પેહલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સના કાર્યાલય દ્વારા ગ્રીનલેન્ડની મુલાકાતનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.  આ મુલાકાતમાં તેમના પત્ની ઉષા વાન્સ અને અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર માઈક વોલ્ટઝ , એનર્જી સેક્રેટરી ક્રિસ રાઈટ પણ સાથે જોડાવાના છે . 

Usha Vance is in lockstep with her husband on political views

મુલાકાત અગાઉ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે એક વિડિઓ પ્લેટફોર્મ X પર જાહેર કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે , " હું સેકન્ડ લેડી ઉષા વાન્સની સાથે ગ્રીનલેન્ડની મુલાકાતમાં જોડાવાનો છું. અમે ગ્રીનલેન્ડના ઉત્તરપશ્ચિમમાં સ્થિત સ્પેસ બેઝની મુલાકાત લેવાના છીએ . સાથે જ ગ્રીનલેન્ડની સુરક્ષાની ચકાસણી પણ કરીશું . અમારી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને એનેર્જી સેક્રેટરી પણ જોડાવાના છે .ગ્રીનલેન્ડની આ મુલાકાત અમેરિકા , કેનેડા અને ગ્રીનલેન્ડની સુરક્ષાને લઇને મહત્વની છે." આ મુલાકાતના સંદર્ભે હવે ગ્રીનલેન્ડના વડાપ્રધાન મ્યુટ એગડેની પ્રતિક્રિયા સામે આવી હતી . આ પ્રતિક્રિયા અંતર્ગત તેમણે કહ્યું છે કે , " આ મુલાકાત ખુબ જ આક્રમક અમેરિકન પ્રેશરનો ભાગ છે . આ પ્રેશર અમારા સમગ્ર ગ્રીનલેન્ડના સમાજની વિરુદ્ધમાં છે." આ મુલાકાતને લઇને ગ્રીનલેન્ડમાં જોરદાર વિરોધ થયો છે . સાથે જ ગ્રીનલેન્ડમાં જે ડેન્માર્કનું આધિપત્ય છે તેનો પણ ત્યાંની સ્થાનિક જનતામાં વિરોધ છે. હવે વાત કરીએ કેમ આ ગ્રીનલેન્ડનું મહત્વ અમેરિકા માટે વધી રહ્યું છે .  અગાઉ તત્કાલીન અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનના સમયમાં ૧૯૪૬માં ગ્રીનલૅન્ડનો અમેરિકામાં વિલય કરવાની પહેલ કરવામાં હતી જોકે તેઓ તે સમયે સફળ નહોતા રહ્યા .  

Greenland | History, Population, Map, Flag, & Weather | Britannica

વાત કરીએ ગ્રીનલેન્ડની તો ત્યાંના ઉત્તરપશ્ચિમ ભાગમાં પીટુંફીક નામનું સ્પેસબેઝ આવેલું છે જે અમેરિકાનું આ પૃથ્વી પરનું સૌથી ઉત્તરમાં આવેલું મિલિટરી બેઝ છે. હવે ગ્રીનલેન્ડના કાંઠાના વિસ્તારોમાં જોરદાર રીતે ચાઈનીઝ અને રશિયન જહાજોની અવરજવર વધી ગઈ છે જેનાથી યુએસ તેને પોતાની સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણે છે . વિશ્વભરમાં ક્લાયમેટ ચેન્જની અસર અંતર્ગત ઉત્તરધ્રુવનો બરફ ઓગળી રહ્યો છે તેનાથી નવી શિપિંગ લાઇન્સ એટલેકે જળમાર્ગો ખુલી રહ્યા છે .  માટે અમેરિકાની નજર આ ગ્રીનલેન્ડ અને તેની આસપાસના ખનીજ તત્વો , નવા જળમાર્ગો પર  છે . તો હવે જોવાનું છે કે ભવિષ્યમાં ગ્રીનલેન્ડનો અમેરિકામાં વિલય થશે કે કેમ.  હવે વાત કરીએ કે અમેરિકાએ ભૂતકાળમાં ઘણા પ્રદેશો બીજા દેશો પાસેથી મેળવેલા છે . જેમ કે ૧૮૦૩માં લૂઝીયાનાને ફ્રાન્સ પાસેથી ખરીદવામાં આવ્યું હતું. આ પછી ૧૮૬૭માં અલાસ્કાને રશિયા પાસેથી ખરીદવામાં આવ્યું . ૧૮૯૮માં હવાઈ ટાપુઓને ત્યાંની રાજાશાહીને ઉખાડીને યુએસમાં વિલય કરાયો . આ પછી ૧૯૧૭માં બ્રિટિશ વર્જિન ટાપુઓને ડેનમાર્ક પાસેથી ખરીદવામાં આવ્યા.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.