લોકસભાની ચૂંટણી વખતે સૌથી ચર્ચાયેલો મુદ્દો હતો ક્ષત્રિય સમાજના આંદોલનનો.. ક્ષત્રિય સમાજે વિરોધ પ્રદર્શન કર્યું, તે આપણે જાણીએ છીએ.. ત્યારે 20 તારીખે ક્ષત્રિય મહાસંમેલન યોજાવાનું છે જેમાં સમાજના લોકો અને રાજવી પરિવાર હાજર રહેવાના છે. પણ એ મહાસંમેલન પહેલા જ ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે અસ્મિતા મહાસંમેલનને લઈને એક મેસેજ લખ્યો, એક પત્ર લખ્યો છે.
યુવરાજે શું લખ્યું સોશિયલ મીડિયા પોસ્ટમાં?
યુવરાજનો એક પત્ર સોશ્યિલ મીડિયા પર ખુબ વાઇરલ રહ્યો છે જેમાં યુવરાજે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "હું કોઈપણ સમિતિનો ભાગ નથી."અને આ સંદેશ તેમણે પોતાના સમાજને આપ્યો તેમને પોતાના સંદેશમાં લખ્યું છે કે
હું કોઈ સમિતિ કે સમીતિ નો ભાગ નથી કે હું કોઈ સમિતિ કે સમિતિ દ્વારા થતા કોઈપણ કાર્ય માં કે કાર્યક્રમ માં સામેલ નથી . ક્ષત્રિય સમાજ માટે હું હંમેશા વફાદાર રહ્યો છું અને રહીશ. સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ મારા પૂર્વજોના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરીને મારા સમાજના ભલા માટે સખત મહેનત કરીશ હું. આશા રાખું છું કે સમાજની દરેક સમિતિઓએ પોતાના સમુદાય માટે શિક્ષણ અને નોકરીઓ અને વ્યવસાયોમાં મદદ કરવા માટે અને આપણી પરંપરાઓ અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે કામ કરશે. રાજપૂત સમાજની કોઇપણ સમિતિ તેમના રાજકીય લાભ ખાંટવા માટે મારા પૂર્વજો અથવા મારા પરિવારના વડીલોનો ઉપયોગ/ દુરુપયોગ કરીને રાજકારણમાં સામેલ ન થાય.રાજપૂત એકતા અનિવાર્ય છે તેમાં કોઈ શંકા નથી પરંતુ આ એકતા નો ઉપયોગ ક્ષુદ્ર રાજનીતિ થી આગળ વધીને રોજબરોજના જીવનમાં જીવનશૈલી રૂપે પ્રદર્શિત થવી જોઈએ.સરકારી નોકરીઓ અને ઉદ્યોગ સાહસિકો અને વૈશ્વિક નેતાઓના નિર્માણમાં જે વર્તમાન સમયની ખાસ જરૂરિયાત.સાચો ક્ષત્રિય રક્ષક છે અને સામાજિક અવરોધોને ધ્યાનમાં લીધા વિના દરેક વ્યક્તિના ભલા માટે કામ કરે છે....
અને આ પત્ર વાંચ્યા પછી સૌથી પહેલો સવાલ એજ થાય કે આમાં મુખ્ય એમના કાકા જ છે તો સંઘર્ષ કઈ વાતનો ? અને જે સંગઠનમાં ભાવનગર સ્ટેટ જ કેન્દ્રમાં હોય ત્યાં યુવરાજ સામે આવે તો આ સંઘ કાશીએ પહોંચશે ખરો ?
આવતી કાલે અમદાવાદમાં મળવાનું છે ક્ષત્રિય સંમેલન!
20મી સપ્ટેમ્બરે અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સંમેલન મળવાનું છે અને આ મહાસંમેલનમાં ક્ષત્રિયો શક્તિ પ્રદર્શન કરશે. આ સંમેલનમાં "સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ"ની જાહેરાત થશે. જેની આગેવાની ભાવનગરના મહારાજાને સોંપવામાં આવશે એ જાહેરાત થઇ ગઈ છે કાર્યક્રમ માટે બધા આગેવાનોને નિમંત્રણ પણ આપી દેવામાં આવ્યું છે ગઈ કાલે આ મહાસંમેલન વિષે માહિતી આપતી પ્રેસ કોંફ્રન્સ પણ યોજાઈ હતી. જો આ રીતે એક એક કરીને મોટા આગેવાનો સંમેલનથી દૂર રહેશે તો આમ ને આમ તો એકતા ખાસી દૂર છે તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવજો...






.jpg)








