Rahul Gandhiની Bharat Jodo Nyay Yatra ભરૂચ પહોંચે તે પહેલા જુઓ ત્યાંનો માહોલ, Chaitar Vasava સાથે ઉમટ્યો જનસેલાબ, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-09 15:07:49

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે ભરૂચ પહોંચવાની છે. ચૈતર વસાવા આજે આ યાત્રામાં સામેલ થવાના છે. રાહુલ ગાંધીની યાત્રા ભરૂચમાં પહોંચે તે પહેલા ચૈતર વસાવાના સમર્થકો તેમના સ્વાગતમાં પહોંચી ગયા હતા. 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશી ચૂકી છે. દાહોદથી આ યાત્રા ગુજરાતમાં આવી હતી અને આજે આ યાત્રાનો ત્રીજો દિવસ છે. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં રાહુલ ગાંધીની આ યાત્રા ફરી રહી છે. એવા વિસ્તારોમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કોંગ્રેસનું પ્રભુત્વ છે. આજે પણ ગામડાઓમાં કોંગ્રેસનું પ્રભુત્વ જોવા મળે છે. ત્યારે  આજે ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રા પહોંચી છે. ભરૂચમાં રાહુલ ગાંધીની યાત્રાનું સ્વાગત કરવા માટે ચૈતર વસાવા હાજર છે. હજારો કાર્યકર્તાઓ સાથે ચૈતર વસાવા પહોંચી ગયા છે. રાહુલ ગાંધીના સ્વાગતમાં ચૈતર વસાવાએ જબરદસ્ત ભીડ ભેગી કરી લીધી છે.   

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના સ્વાગતમાં પહોંચ્યા! 

ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટી બે બેઠક પર ચૂંટણી લડવાની છે જ્યારે 24 બેઠકો પરથી કોંગ્રેસ પોતાના ઉમેદવારને ઉતારવાની છે. ભરૂચ અને ભાવનગર બેઠક માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ભરૂચ બેઠક માટે ચૈતર વસાવા જ્યારે ભાવનગર માટે ઉમેશ મકવાણાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત પહોંચી છે. રાહુલ ગાંધીના સ્વાગત માટે ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સમર્થકો રાહુલ ગાંધીના સ્વાગત માટે તૈયાર છે. 




રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..