21મી સદીમાં જીવીએ છીએ એ વાત કહેતા પહેલા આ સમાચાર વાંચજો, Surendranagarમાં અંધશ્રદ્ધાના નામે 10 મહિનાની દીકરીને અપાયો ડામ


  • Published By :
  • Published Date : 2023-08-05 16:45:47

એક તરફ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ, વિજ્ઞાનમાં કરવામાં આવેલી પ્રગતિની વાતો કરીએ છીએ પરંતુ આજે પણ સમાજમાં એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને જોઈ આપણને થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ તે કહેવું ખોટું છે. આજે પણ અંધશ્રદ્ધાના નામ પર લોકોને બલી ચઢાવવામાં આવે છે, આજે પણ એવા અનેક ગામો છે જ્યાં બાળક બિમાર હોય તો તેને હોસ્પિટલ નહીં પરંતુ ભૂવાની પાસે લઈ જવામાં આવે છે. આ વાત એટલા માટે કરવી છે કારણ કે આવો જ એક કિસ્સો સુરેન્દ્રનગરથી સામે આવ્યો છે.   


ડામ આપ્યા બાદ પણ તબિયત ન સુધરતા ડોક્ટર પાસે લઈ જવાઈ 

અંધશ્રદ્ધાના નામ પર અનેક લોકોનો ભોગ લેવાયો છે. તે લોકોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. એક આખો એવો વર્ગ હજી પણ આપણને જોવા મળે છે જે ભૂવાઓ પર વિશ્વાસ રાખે છે, અંધશ્રદ્ધા પર વિશ્વાસ રાખે છે. જ્યારે બાળક બિમાર પડે ત્યારે ડોક્ટરની પાસે સારવાર કરાવવા લઈ જવાની બદલીમાં ભૂવાઓ પાસે લઈ જવાય છે જ્યાં બાળક અંધશ્રદ્ધાનો ભોગ બને છે. વિરમગામથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં બાળકી બીમાર પડતાં એને સોયના ડામ આપવામાં આવ્યા. જેમાં મૂળ વિરમગામમાં રહેતા પરિવારમાં 10 મહિનાની બાળકી બીમાર થઈ. મળતી માહિતી અનુસાર બાળકીની સારવાર માટે માતા પિતા હોસ્પિટલની બદલીમાં સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડી તાલુકાના વડગામ ખાતે આવેલા સિકોતર માતાજીના મંદિર ખાતે લઈ ગયા. બાળકીનું નામ કોમલ છે, તેના પિતાનું નામ પ્રવીણભાઈ અને માતાનું નામ મનીષા છે. મંદિરે લઈ ગયા જ્યાં માસૂમને ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ત્યાર બાદ બાળકીની તબિયત વધુ લથડતાં તેને સારવાર માટે હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે સુરેન્દ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તાવ આવવાનું કારણ નિમોનિયા હોવાનું સામે આવ્યું છે. 


બાળકીના પેટના ભાગે આપવામાં આવ્યા ત્રણ ડામ 

આખા ઘટનાક્રમની વાત કરીએ તો વાત એવી હતી કે બાળકીને શ્વાસની તકલીફ હતી . હોસ્પિટલમાં સારવારનો ખર્ચ રૂ.50થી 60 હજારનો હતો એટલે મા-બાપ પાસે એટલા પૈસા ન હોવાથી તે અંધશ્રદ્ધામાં પડીને બાળકીને ડામ આપવા માટે ગયા. ઘર નજીક સંબંધીઓએ વડગામમાં ડામ દેવામાં આવે છે તેવી સલાહ આપી અને તેને ધ્યાનમાં રાખી ગઈકાલે સાંજે બાળકીને ત્યાં લઈ જવાઈ. જ્યાં મંદિરનાં ભૂવાએ તેના પેટના ભાગે ત્રણ જેટલા ડામ આપ્યા હતા. જોકે બાળકીની તબિયતમાં સુધારો નહીં થતાં તેમજ વધુ તબિયત બગડતાં તેને સારવાર માટે મોડીરાત્રે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ડોક્ટરે પોલીસને સમગ્ર મામલાની કરી. મળતી માહિતી અનુસાર હાલ બાળકીની હાલતમાં સુધારો જોવા મળી રહ્યો છે. આ ગામની આ કોઈ પહેલી ઘટના નથી, પહેલા પણ અનેક આવા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં બાળકોને ડામ આપવા માટે લઈ જવામાં આવ્યા છે.  


ક્યાં સુધી અંધશ્રદ્ધાનો બાળકો બનતા રહેશે ભોગ?

જ્યારે 10 માસની બાળકીને ડામ આપવામાં આવી રહ્યો હતો ત્યારે હાથ નહીં ધ્રુજ્યા હોય ? મા બાપનો જીવ પણ કેવી રીતે ચાલ્યો હશે તે એક મોટો પ્રશ્ન છે... આ અંધશ્રદ્ધા આપણા દેશને કઈ તરફ લઈ જશે તે એક પ્રશ્ન છે કારણ કે આવા તો અનેક કિસ્સાઓ બનતા હશે. આવા બધા જ કિસ્સાઓ આપણી સામે નહીં આવતા હોય. ગુજરાતના અનેક ગામડાઓ માંથી એવા સમાચાર આવે છે કે બાળકીની બલી ચઢાવવામાં  આવી હોય, અંધશ્રદ્ધાના નામે બાળકના ફૂલ જેવા કોમળ શરીર પર ડામ આપવામાં આવશે? આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ કે એક તરફ આપણે વિજ્ઞાનની વાતો કરીએ છીએ, છેક ચાંદ સુધી પહોંચી ગયા છીએ પરંતુ લોકોમાં રહેલી સંકુચિત માનસિક્તાથી બહાર નથી આવી શક્યા..  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે