નવા Parliament ભવનમાં શિફ્ટ થતા પહેલા સાંસદોએ જૂના સંસદ ભવન બહાર પડાવ્યા ફોટો,સાંસદો રહ્યા હાજર, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-19 11:49:10

સંસદમાં ગઈકાલથી વિશેષ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે આ સત્ર જૂની સંસદમાં મળ્યું હતું પરંતુ હવેથી નવા સંસદ ભવનમાં સત્ર મળશે. વિશેષ સત્રના પહેલા દિવસે એટલે કે ગઈકાલે પીએમ મોદીએ જૂના સંસદ ભવનમાં ભાષણ આપ્યું હતું જેમાં સંસદ ભવન સાથે જોડાયેલી વાતોને યાદ કરી હતી. સંસદ ભવનમાં લેવાયેલા ઐતિહાસિક નિર્ણયોની ચર્ચા કરી હતી. ત્યારે આજથી નવા સંસદ ભવનમાં કાર્યવાહી થશે તે પહેલા જૂના સંસદ ભવનની બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. નવા સંસદ ભવનમાં શિફ્ટ થતા પહેલા રાજ્યસભાના સાંસદ તેમજ લોકસભાના સાંસદોએ સંસદની બહાર ફોટા પડાવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે