નામ જાહેર થતા પહેલા ઉમેદવાર માટે ઉઠ્યા વિરોધના સુર


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 13:44:03

ગુજરાતમાં વિધાનસભા નજીક આવી રહી છે. ચૂંટણીની તારીખો આગામી સમયમાં જાહેર થવાની છે. દરેક પાર્ટીઓ પૂર જોશમાં પોતાની પાર્ટીનો પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી છે. ભાજપ અને આપ બાદ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરવા મેદાનમાં આવી છે. ભાજપ દ્વારા કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. એ પહેલા જ ભાજપના નેતા અલ્પેશ ઠાકોરને વિરોધ રાધનપુરમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો હતો. 

Rs 1 Crore For Alpesh Thakor's Head


'જીતશે સ્થાનિક, હારશે બહારનો' ના ઉઠ્યા સુર

ચૂંટણીને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર કરી રહી છે. ચૂંટણીની તારીખો જાહેર કરવામાં નથી આવી. ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા પણ અમુક ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થાય તે પહેલા જ ભાજપના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. રાધનપુર ખાતે અલ્પેશ ઠાકોરની બદલીમાં સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માગ ઉઠી હતી. સાંતલપુરના કોરડા ગામમાં રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકાના ભાજપ કાર્યકરોની બેઠક યોજાઈ હતી. જેમાં કાર્યકરોએ નારા લગાવ્યા હતા કે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો'. ભાજપે આ બેઠક પર કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી હતી. જેમાં કોંગ્રેસ ઉમેદવારનો વિજય થયો હતો અને અલ્પેશ ઠાકોરની પરાજય થઈ હતી.

Gujarat: Alpesh Thakor, Dhavalsinh Zala joins BJP

સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવા ઉઠી માગ

ભાજપના આ મહાસંમેલનમાં પૂર્વ ધારાસભ્ય નાગરજી ઠાકોર, લવિંગજી ઠાકોર, લઘુમતી સમાજના અગ્રણી સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તે સર્વેની એક જ માગ હતી કે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ આપવામાં આવે. જો ભાજપ સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપે અને બહારના ઉમેદવારને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારશે તો તેનો વિરોધ કરવામાં આવશે.  જીતશે સ્થાનિક, હારશે બહારનો'ની વાત પર તેઓ અડગ રહ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે