રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા અયોધ્યા રેલ્વે સ્ટેશનનું નામ બદલાયું, હવે તે 'અયોધ્યાધામ' તરીકે ઓળખાશે


  • Published By :
  • Published Date : 2023-12-27 21:26:29

અયોધ્યા રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન હવે અયોધ્યાધામ તરીકે ઓળખાશે. રેલવેએ બુધવારે મોડી સાંજે સ્ટેશનનું નામ બદલવાનો આદેશ જારી કર્યો હતો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બે દિવસ પહેલા નિરીક્ષણ દરમિયાન સ્ટેશનનું નામ અયોધ્યા ધામ રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ જાહેરાતથી રામ ભક્તોમાં ખુશીનો માહોલ છે. રેલવે વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા છે. આ કાર્યક્રમ દરમિયાન લાખો ભક્તો રામનગરી અયોધ્યામાં ઉમટી પડશે. અહીં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં PM મોદી અને CM યોગી સામેલ થશે.


1 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે સ્ટેશન ખુલ્લું મુકાશે 


અયોધ્યાધામ રેલ્વે સ્ટેશન તૈયાર છે અને 1 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પીએમ મોદી અયોધ્યા ધામ રેલવે સ્ટેશનથી જ વંદે ભારત અને અમૃત ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. અયોધ્યા રેલવે સ્ટેશનથી  રામ મંદિર લગભગ એક કિલોમીટર દૂર છે. આ સ્ટેશનની ક્ષમતા અંદાજે 50 હજાર મુસાફરોની છે. કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશન બિલ્ડિંગને મંદિર સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. મુસાફરો માટે આધુનિક સુવિધાઓ છે. લિફ્ટ અને એસ્કેલેટર લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઘણી મોટી સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે