Loksabha Election પહેલા ભરૂચ સીટ બની ચર્ચાનો વિષય, સાંભળો Mansukh Vasavaએ ચૂંટણી ઉમેદવારીને લઈ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-08-15 17:33:53

આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વખતની ચૂંટણી સરપ્રદ રહેવાની છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મોદી સરકારને હરાવવા માટે વિપક્ષ એક થયું છે અને INDIA સંગઠનનું નિર્માણ થયું. દેશની ચૂંટણી તો રસપ્રદ બનવાની છે પરંતુ ગુજરાતમાં જે લોકસભા બેઠકો પર ચૂંટણી થવાની છે તેની પર સૌ કોઈની નજર છે. ખાસ કરીને નર્મદા બેઠકને લઈ અનેક ક્રેઝ જોવા મળી રહ્યો છે. હમણાંથી ચૂંટણીનો માહોલ જામ્યો છે.  

કોંગ્રેસના મુમતાઝ પટેલે પણ કરી ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત  

ભરૂચ સીટને લઈ ખેંચતાણ જોવા મળવાની છે. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી ગઠબંધનમાં સામેલ છે. ત્યારે ગુજરાતમાં પણ આગામી સમયમાં ગઠબંધન થઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. થોડા સમય પહેલા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી ત્યારે ગઈકાલે મુમતાઝ પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે કહું હતું કે લોકસભાની ચૂંટણી લડવા માટે એ તૈયાર છે.


ચૈતર વસાવાએ કરી હતી ભરૂચ સીટ પરથી ચૂંટણી લડવાની જાહેરાત 

એક તરફ ગુજરાત આપ અને ગુજરાત કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. વાતો ચાલી રહી છે કે ભેગા મળી ચૂંટણી લડી શકે છે. ત્યારે સંગઠન થાય તે પહેલા જ ડખા પડવાની શરૂઆત થઈ ગઈ હોય તેવું લાગે છે. એક તરફ કોંગ્રેસથી મુમતજ પટેલ અને એક બાજુ ચૈતર વસાવા એટલે લોકસભાની ચુંટણીમાં આ સીટનું ગણિત સૌથી રસપ્રદ રહવાનું છે. ભાજપ તરફથી કોણ ઉમેદવાર હશે તે અંગેની વાત સાંસદ મનસુખ વસાવાએ એક કાર્યક્રમમાં કરી હતી. 


શું મનસુખ વસાવાનું કપાશે પત્તું?

એક કાર્યક્રમમાં મનસુખ વસવાને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે કહ્યું "પાર્ટીએ મને ઘણું બધુ આપ્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં હું ઉમેદવારી કરું કે ના કરું પક્ષને જીતાડવાની જવાબદારી મારી છે" એટલે મનસુખ વસાવા આ રેસમાં આ વખતે હશે કે નહીં એ ખબર નથી. નિવેદનમાં મનસુખ વસાવાએ ઈશારો આપ્યો કે કદાચ તેમનું પત્તુ કપાઈ પણ શકે છે. 


I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે

મહત્વનું છે કે ગઈકાલે મુમતાઝ પટેલે નિવેદન આપ્યું હતું કે 'હું લોકસભાની ચૂંટણી લડવા માટે તૈયાર છું' ઇન્ડિયા ગઠબંધન બાદ હાઈકમાન્ડ જે આદેશ આપશે તે મુજબ લોકસભાની ચૂંટણીમાં કામગીરી કરવાનું શરૂ કરીશ.  I.N.D.I.Aના ગઠબંધન દ્વારા સીટોની વહેંચણી કરવામાં આવશે અને નક્કી કરવામાં આવશે કે કઈ પાર્ટી કઈ સીટ પરથી ચૂંટણી લડશે. જો I.N.D.I.Aના ગઠબંધન દ્વારા ભરૂચની લોકસભાની બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને લડશે તો હું અને અમારી કોંગ્રેસ પાર્ટી તેઓને સમર્થન આપીને ચૈતર વસાવાને જીતાડવા માટે કામ કરીશું. જો કોંગ્રેસ પાર્ટી તરફથી ભરૂચ લોકસભા બેઠક લડવામાં આવશે તો હું ચોક્કસ લોકસભા માટે ઉમેદવારી કરીશ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે