Loksabha Election પહેલા Gujaratમાં સરકારી કર્મચારીઓ લડી લેવાના મૂડમાં! OPSની માગ સાથે ગાંધીનગર સચિવાલય પહોંચ્યા કર્મચારીઓ પરંતુ..


  • Published By :
  • Published Date : 2024-03-15 16:44:04

લોકસભા ચૂંટણીની તારીખ આવતી કાલે જાહેર થવની છે. ચૂંટણી પહેલા સરકાર સામે સરકારી કર્મચારીઓએ બાંયો ચઢાવી છે. જૂની પેન્શન યોજના સહિત અનેક મુદ્દાઓને લઈ ગાંધીનગર સચિવાલયને ઘેરવા માટે કર્મચારીઓ નીકળ્યા હતા. ગુરુવારે મહેસાણા જિલ્લામાં શિક્ષકોએ વ્યક્તિગત આવેદનપત્રો તૈયાર કર્યા હતા અને શુક્રવારે એટલે કે આજે ગાંધીનગર મુખ્યમંત્રીને આપવા માટે નવા સચિવાલય પહોચ્યા હતા. પરંતુ આવેદનપત્ર આપવા આવી રહેલા કર્મચારીઓને રોકવા માટે ગેટ બંધ કરી દેવાયા હતા તેવી માહિતી સામે આવી છે.

જૂની પેન્શન યોજનાને લઈ કર્મચારીઓનો હલ્લાબોલ! 

છેલ્લા ઘણા સમય વિવિધ સરકારી કર્મચારીઓ પોતાની માગને લઈ આંદોલનના માર્ગે જઈ રહ્યા છે. જ્યારે જ્યારે ચૂંટણી નજીક હોય છે ત્યારે પોતાની માગને લઈ સરકારી કર્મચારીઓ આંદોલનનો માર્ગ પકડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતમાં જૂની પેન્શન યોજના માટે આંદોલન છેડવામાં આવ્યું હતું ત્યારે હવે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.  થોડા સમય પહેલા ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં ઓપીએસને લઈ સરકારી કર્મચારીઓએ હલ્લાબોલ કર્યો હતો. 

Image

ગાંધીનગર સચિવાલય આવવાના હતા આવેદનપત્ર આપવા!

સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે અલગ અલગ માર્ગ પ્રદર્શનકારીઓએ અપનાવ્યો છે. પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે તાલુકા, જિલ્લાકક્ષાએ આવેદન, કાળી પટ્ટી પહેરવી તેમજ, કાળા કપડા પહેરવા, પેનડાઉન, ચોક ડાઉન સહિતના કાર્યક્રમો કરી પોતાનો વિરોધ સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હજુ જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા માટે નિર્ણય ન લેવાતાં શિક્ષક સંઘ દ્વારા દરેક શિક્ષકોને વ્યક્તિગત આવેદનપત્ર તૈયાર કરવા આહવાન કરાયું હતું. 


અનેક રાજ્યોમાં લાગુ કરવામાં આવી છે જૂની પેન્શન યોજના!

ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન યોજનાને લઈને આંદોલન શરુ થઈ ગયું છે...... ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. .... કારણ કે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.... ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ મોરચો આજે મુખ્યમંત્રીને આવેદન આપવા પહોંચ્યો હતો.... તેમનું કહેવુ છે કે, સરકારે જાહેરાત કરી તેને પણ 12 મહિના વીતિ ગયા.... હજુ સુધી કોઈ ઠરાવ કર્યો નથી.... અગાઉ પણ કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો...અને હજુ પણ રજૂઆત કરીએ છીએ.... સત્વરે જૂની પેન્શન યોજના લાગૂ થાય તેવી અપેક્ષા છે,.. નહીંતર આવતી કાલે લોકસભા ચૂંટણીનું એલાન થશે તો અમારા માટે તો આજની રાત કતલની રાત છે.


Image

સત્યાગ્રહ છાવણીમાં કર્યું હતું વિરોધ પ્રદર્શન!   

ભારતની એ વખતની સરકારોનો દાવો એ હતો કે , કુલ બજેટના ૪૦ ટકા માત્ર ને માત્ર પેન્શન આપવામાં જ જતા રહે છે અને આપણે આ પ્રમાણ ઓછું કરવું જોઈએ અને નવી પેન્શન scheme નો અમલ કરવામાં આવ્યો . હાલમાં ભારતમાં છત્તીસગઢ , રાજસ્થાન , હિમાચલ પ્રદેશ , ઝારખંડ , પંજાબમાં જ આ OPS લાગુ છે પણ હવે ગુજરાતમાં પણ આ જૂની પેન્શન સ્કીમ ચાલુ કરવા થોડા સમય પહેલા ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે સરકારી કર્મચારીઓ ભેગા થયા હતા. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.