Rajasthan Assembly Electionનું પરિણામ આવે તેની પહેલા Ashok Gehlotએ કરી ભવિષ્યવાણી, કહ્યું Rajasthanમાં બનશે...


  • Published By :
  • Published Date : 2023-11-30 15:41:53

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ. ચાર રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આજે તેલંગાણા માટે મતદાન ચાલી રહ્યું છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ તેમજ મિઝોરમમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. ત્રીજી ડિસેમ્બરે તમામ રાજ્યો માટેનું પરિણામ આવવાનું છે. તમામ રાજકીય પાર્ટીઓએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો. મતદાન પૂર્ણ થઈ ગયું હવે એક્ઝિટ પોલની ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક નિવેદન આપ્યું છે જેને લઈ રાજકારણ ગરમાયું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. 

ભાજપના ધર્મ  કાર્ડ અંગે ગેહલોતે કરી વાત  

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું છે. એમપી, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણાની સાથે રાજસ્થાનના પરિણામો પણ 3જી ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. જેના લઇ અશોક ગેહલોતે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનવાની ભવિષ્યવાણી કરી છે અશોક ગેહલોતે કહ્યું કે, ચૂંટણીમાં ભાજપે ધર્મની આડમાં ડરામણી અને તનાવ ભરેલી વાતો કરી છે. ભાજપનું ધર્મ કાર્ડ ચાલે તો અલગ વાત છે. ધર્મનું કાર્ડ નહીં ચાલે તો અમે ફરી સરકાર બનાવીશું. સાથે જ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ભલે ગમે તે કહે, રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવી રહી છે.


રાજસ્થાનમાં કોંગ્રેસ કેમ આવશે તેના ગેહલોતે આપ્યા કારણ!  

વધુમાં ગેહલોતે કહ્યું કે એક્ઝિટ પોલ ગમે તે કહે પરંતુ ભાજપ કોઈ પણ રાજ્યમાં નથી જીતી રહી. રાજસ્થાનમાં જનતા અમારી સરકારને પાછી લાવશે. આ નિવેદન આપવા પાછળ તેમણે ત્રણ કારણો ગણાવ્યા. પહેલું કારણ ગણાવ્યું કે સરકાર વિરૂદ્ધ કોઈ લહેર નથી એવી વાત વિશેષજ્ઞો પણ કરી રહ્યા છે. બીજા છે મુખ્યમંત્રી. બીજેપીના વોટર પણ એવું જ કહેશે કે સીએમએ વિકાસ કાર્ય કરવામાં કોઈ કસર નથી છોડી. ત્રીજું કારણ આપતા તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન પીએમ, ગૃહમંત્રી, ભાજપના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી દ્વારા બોલવામાં આવતી ભાષા.એ ભાષા કોઈને પસંદ નથી આવી. મહત્વનું છે કે રાજસ્થાનમાં દર 5 વર્ષે સરકાર બદલાવાનો ટ્રેન્ડ છે. 


25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું મતદાન 

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન 25 નવેમ્બરે હાથ ધરવામાં આવ્યું હતું. 200 વિધાનસભાની બેઠકો માટે મતદાન થવાનું હતું પરંતુ કોંગ્રેસના ઉમેદવારનું નિધન થતા 199 બેઠકો માટે મતદાન કરાયું હતું. ચૂંટણી આયોગના પ્રમાણે 74.96 ટકા મતદાન થયું હતું. ત્યારે હવે ચૂંટણીના પરિણામ પર સૌ કોઈની નજર રહેલી છે જે ત્રણ ડિસેમ્બરે આવવાનું છે. આ વખતે  રાજસ્થાનમાં સરકાર બદલાવવાનો ટ્રેન્ડ યથાવત રહે છે કે શું તે થોડા દિવસો બાદ ખબર પડી જશે.      



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.