મુશળધાર વરસાદથી સિલિકોન સીટી બેંગલુરૂ જળમગ્ન, પીવાના શુધ્ધ પાણીની ભારે અછત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 15:01:45

કર્ણાટકની રાજધાની બેંગલુરૂમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા મુશળધાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે, સિલિકોન સીટી તરીકે જાણીતા બેંગલુરૂના માર્ગોથી લઈને મકાનો,ઓફિસો જળમગ્ન થઈ ગયા છે, શહેરમાં ઠેરઠેર પાણી ભરાવાથી લોકોને ઘરોથી ઓફિસ સુધી પહોંચવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઈટી કંપનીઓના કામકાજ પર પણ વરસાદના કારણે ભારે અસર થઈ છે.


હજુ પણ ભારે વરસાદની આગાહી


બેંગલુરૂના નિચાણવાળા વિસ્તારોના અનેક ઘરો અને દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે, અતિ ભારે વરસાદથી સામાન્ય  જનજીવન ખોરવાયું છે, હવામાન વિભાગે પણ શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેથી લોકોની સમસ્યા હજુ પણ વધશે. હવામાન વિભાગે બેંગલુરૂ અને અન્ય વિસ્તારો જેવા કે કોડાગુ, ઉત્તર કન્નડ, ઉડુપી અને ચિકમંગલૂર માટે યલો એલર્ટ જાહેર કરી છે. મુશળધાર વરસાદથી બેહાલ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી છે, તેમણે જળમગ્ન વિસ્તારોમાંથી પાણીને કાઢવા માટે તાત્કાલિક પગલા ભરવાની પણ વાત કહી છે. 


પીવાના પાણીના ફાંફા


બેંગલુરૂ સર્વત્ર જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. શહેરના માર્ગો પર 2 કિમી લાબો ટ્રાફિક જામ જોવા મળ્યા હતો. જો કે હવે લોકોને પીવા યોગ્ય શુધ્ધ પાણીના પણ ફાંફા પડી રહ્યા છે, બેંગલુરૂ વોટર સપ્લાય એન્ડ સીવરેજ બોર્ડે મંગળ અને બુધવારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો નહીં આપવાની ચેતવણી આપી છે. 




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે