'ભા' ગયા 'બા' બાજી મારી ગયા,ભાજપએ 14 મહિલા ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા


  • Published By :
  • Published Date : 2022-11-10 13:45:17

ચુંટણી નજીક આવી રહી છે અને રાજકીય પક્ષો ચુંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.ત્રિ પાંખિયા જંગ વચ્ચે ભાજપ ફરી સત્તા હાંસલ કરવા તનતોડ મહેનત કરી રહી છે ભાજપે પહેલી યાદીમાં જ 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે જેમાં 60 બેઠકમાંથી 14 બેઠકો પર ભાજપે મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે.


ગાંધીધામ - માલતીબેન મહેશ્વરી 

વઢવાણ - જિગના બેન પંડયા 

રાજકોટ પશ્ચિમ - ડો. દર્શિતાબેન શાહ 

રાજકોટ ગ્રામીણ - ભાનુ બેન બાબરિયા 

ગોંડલ - ગીતાબા જાડેજા 

જામનગર ઉત્તર - રિવાબા જાડેજા

નાંદોદ - ડો. દર્શનબેન દેશમુખ 

લિંબાયત - સંગીતા બેન પાટિલ 

બાયડ - ભીખી બેન પરમાર 

નરોડા - ડો. પાયલબેન કુકરાની 

ઠક્કરબાપા નગર - કાંચનબેન રાદડિયા 

અસારવા - દર્શનાબેન વાઘેલા 

મોરવા હડફ - નિમિષાબેન સુથાર 

વડોદરા શહેર - મનીશાબેન વકીલ 



રિવાબાને મળી ટિકિટ

જામનગર બેઠક પર હકુભાઈને મોટું માથું ગણવામાં આવે છે. જામનગર ઉત્તરમાંથી હકુભાઈને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. પરંતુ ક્રિમિનલ છબી હોવાને કારણે તેમનું પત્તુ કપાયું હોય તેવું લાગી રહ્યું છે. જેને કારણે કોરોના કાળમાં લોકોની સેવા કરનાર ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજાની પત્નીને ટિકિટ આપવામાં આવી છે. ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી રિવાબા જાડેજાને ટિકિટ આપી છે. રિવાબાને ટિકિટ મળવાથી હકુભાની ટિકિટ કપાઈ છે. 


ગીતાબાને રિપીટ કરાયા 

ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપીટ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ગોંડલ બેઠક પર છેલ્લા ઘણા સમયથી ટિકિટને લઈને માથાકુટ ચાલી રહી હતી. ગોંડલના જયરાજસિંહ અને રીબડાના અનિરુધ્ધસિંહ પોત-પોતાના દીકરાઓને ટિકિટ અપાવવા માટે મથામણ કરી રહ્યા હતા. જોકે, પાર્ટી દ્વારા વર્તમાન ધારાસભ્ય પર જ પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે.


પ્રથમવાર આ બેઠક પર મહિલા ઉમેદવાર 

નર્મદા જિલ્લાની અનામત બેઠક નાંદોદ પર ડો. દર્શનબેન દેશમુખને મહિલા ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે.ડૉ.દર્શનાબેન દેશમુખ વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને તેમણે આદિજાતિ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે અને વન વિકાસ નિગમના ડિરેક્ટર સહિત અનેક રાજ્યોના ભાજપના પ્રભારી રહી સંગઠનની કામગીરી કરી છે તેમના પરિવારમાં પણ ઘણા લોકો રાજકારણથી સંકળાયેલા છે આ તમામ ગણિત ગોઠવી ભાજપે આજે ડૉ.દર્શનાબેન દેશમુખને ટિકિટ આપી હોય તેવું લાગી રહ્યું છે 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"