સ્ટાર પ્રચારક બની ભગવંત માન કરી રહ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પ્રચાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-11-12 16:55:43

આમ આદમી પાર્ટી જોરશોરથી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહી છે. અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માનને આપના સ્ટાર પ્રચારક માનવામાં આવે છે. અત્યારે પણ ભગવંત માન ગુજરાત આવી આપનો પ્રચાર કરી રહ્યા છે. ભાવનગર ખાતે તેમણે રોડ-શો કર્યો હતો જ્યાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ભગવંત માને કહ્યું કે ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે.

ભાવનગર ખાતે ભગવંત માને કર્યો રોડ-શો 

આ વખતે દરેક પાર્ટી પ્રચાર પર વધારે ધ્યાન આપી રહી છે. ચૂંટણી પહેલા દરેક પાર્ટી પોતાના સ્ટાર પ્રચારકને પ્રચાર માટે મેદાનમાં ઉતારી રહી છે. ભાજપ પોતાના 40 સ્ટાર પ્રચારકને મેદાનમાં ઉતારવાની છે જ્યારે કોંગ્રેસનો પ્રચાર કરવા રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આપનો પ્રચાર કરવા અરવિંદ કેજરીવાલ તેમજ ભગવંત માન ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર અંતર્ગત ભાવનગર ખાતે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે - ભગવંત માન 

પોતાના પ્રચાર દરમિયાન ભગવંત માને ભાજપ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ખરાબ લોકો ત્યાં સુધી ખરાબ રહેશે જ્યાં સુધી સારા લોકો જાગશે નહીં. ઉપરાંત ગુજરાતમાં પરિવર્તનની લહેર ચાલી રહી છે. પહેલા લડ્યા હતા ગોરાઓ સામે, હવે લડીશું ચોરો સામે. ત્યારે પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ જેટલી મહેનત કરી છે તે મતમાં પરિવર્તિત થશે કે નહીં તે 8 ડિસેમ્બરના રોજ ખબર પડશે.         




ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..