ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 12:34:17

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આજે બપોરે 3 કલાકે આમ આદમી પાર્ટી સરકારના પંજાબ અને દિલ્લીના બે મુખ્યમંત્રીઓ ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાના કારણે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનને સતત ગુજરાતની યાદ આવી રહી છે ત્યારે તેઓ ફરીવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 


શું લાગે છે આજ વખતે કેજરીવાલ કઈ બાબતે ગેરંટી આપશે?

ભગવંત માન અને અરવિંદ કેજરીવાલ આજે અને કાલે એમ 3 સભાઓ ગજાવશે. આજે બપોરે 3 કલાકે તેઓ ભાવનગરમાં પહોંચશે અને ત્યાં તેઓ જન સંબોધન કરશે. આવતીકાલે મહેસાણાના ઊંઝા ખાતે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સભા સંબોધશે. મહેસાણા બાદ બનાસકાંઠાના ડીસામાં આવતીકાલે બપોરે 2 કલાકે પણ સભા સંબોધન કરવામાં આવે. 


આજે ભાજપની પણ ગૌરવયાત્રા

આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભાજપના શાસનો ગૌરવ લેવા અને લોકોને રીજવવા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપની ઉનાઈથી અંબાજી સુધી આદિવાસી ગૌરવ યાત્રા, બહુચરાજીથી માતાના મઢ સુધી, દ્વારકાથી પોરબંદર સુધી ગુજરાત ગૌરવ યાત્રા, સંત સવૈયાનાથજીથી ઝાંઝરકાની ગુજરાત ગૌરવ યાત્રા છે.  




જમાવટ ઈલેક્શન યાત્રા જૂનાગઢ પહોંચી હતી. સોમનાથ બિચ પર ઉપસ્થિત લોકોનો મત જાણવાનો જમાવટની ટીમે પ્રયાસ કર્યો હતો.. મતદાતાઓને કયા મુદ્દાઓ પર અસર કરે છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

ગુજરાતમાં ચૂંટણી માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે. સાતમી એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે પીએમ મોદી સહિત કોંગ્રેસના અનેક નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવવાના છે. અલગ અલગ જગ્યાઓ પર પ્રચાર કરવાના છે.

ફૂટબોલ ગેમને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાતમાં જીએસએલનું આયોજન કરવામાં આવ્યું છે. આ લીગમાં 6 ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે. આક્રામક પ્રચાર કરતા ગેનીબેન દેખાય છે ત્યારે પોલીસને લઈ તેણે ફરી એક વાર નિવેદન આપ્યું છે.