રાજ્યના એક માત્ર મહિલા મંત્રી ભાનુબેન બાબરીયા Rajkot Fire Accident મામલે મૌન, Parshottam Rupalaએ તો પત્રિકાર પરિષદ પણ કરી પણ તેમણે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-31 11:14:43

નેતાઓને જનપ્રતિધિ કહેવામાં આવે છે, અનેક લોકો નેતાઓને, ધારાસભ્યો, સાંસદોને જનસેવક પણ કહેતા હોય છે.. કદાચ નેતાઓ પણ અનેક વખત કહેતા હોય છે કે અમે તો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ.. જે પ્રજાએ તમને ચૂંટીને આગળ મોકલ્યા છે તેમની શું જવાબદારી નથી કે રાજ્યમાં કોઈ ઘટના બને તો સામે આવીને એટલિસ્ટ કોઈ પ્રતિક્રિયા આપે, સંવેદના વ્યક્ત કરે.. સામાન્ય માણસોમાં આ સહાનુભૂતિની લાગણી હોય છે પરંતુ કદાચ નેતાઓમાં રહેલી સંવેદનાઓ મરી પરવારી લાગે છે..

ભાનુબેન બાબરીયા સાથે જમાવટની ટીમે કરી વાત ત્યારે.. 

રાજકોટમાં જે ઘટના બની તે મામલે અનેક નેતાઓએ મૌન સાધ્યું છે, પરષોત્તમ રૂપાલા ક્યાં છે તે સવાલ પૂછાયા, પરંતુ આ બધામાં આપણે ભાનુબેન બાબરીયાને તો ભૂલી જ ગયા.. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જેમને આપવામાં આવ્યું તે જ મંત્રી જ્યારે આવી દુર્ઘટનાઓને લઈ મૌન સેવી લે તો? રાજકોટમાં જે ઘટના બની તે મામલે ભાનુબેન બાબરીયાની કોઈ પ્રતિક્રિયા સામે નથી આવી.. કંઈ ના કરી શકે તો પણ atleast સામે આવીને સહાનુભૂતિના બે શબ્દો તો કહેવા જોઈને? આટલા લોકો આટલા બાળકો, લોકો મોતને ભેટ્યા પરંતુ તેઓ આટલા દિવસો વીતિ ગયા પરંતુ તે સામે આવ્યા નથી..  જમાવટની ટીમે તેમની સાથે ફોન પર વાત કરી હતી અને તેમણે આ ઘટના લઈ બોલવાનું ટાળ્યું હતું.. 


પત્રકારોના સવાલોના જવાબ આપ્યા વગર ભાગ્યા!

સ્ત્રી લાગણીઓને, પીડાઓને સારી રીતે સમજી શકે છે તેવું માનવામાં આવે છે. ભાનુબેન બાબરિયા એક માત્ર મહિલા મંત્રી છે આખી કેબિનેટમાં.. એક જ મહિલા છે તો પણ તે આ મામલે મૌન સાધીને બેઠા છે.. મંત્રીજીનું મૌન અમને ખટકે છે.. શું તેમની જવાબદારી ન હતી કે તે સામે આવીને આ મામલે બોલે? આવી ઘટનાઓ થાય ત્યારે સત્તાધારી પક્ષના નેતાઓને, ધારાસભ્યોને, સાંસદોને સવાલ થાય.. સવાલોનો જવાબ આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમને સવાલોનો સામનો કરવો પડે, સવાલ સાંભળ્યા પછી જવાબ આપવો તેમની ફરજમાં આવે છે.. પરંતુ પ્રેસ કોન્ફરન્સમાંથી જે દ્રશ્યો સામે આવ્યા તે અનેક સવાલો ઉભા કરે તેવા હતા. જવાબ આપ્યા વગર તે ચાલુ પ્રેસ કોન્ફરન્સમાંથી જતા રહ્યા..   


આખી ઘટનાને લઈ મૌન સાધ્યું ભાનુબેન બાબરિયાએ   

શું મંત્રીજીની જવાબદારીમાં ન આવતું હતું કે આ ઘટનાને લઈ તે બોલે? આ ઘટનાને લઈ નિવેદન આપવું તેમના કર્તવ્યમાં ન આવતું હતું? અનેક નેતાઓ પોતાનું કર્તવ્ય ચૂક્યા છે. અને કર્તવ્ય જ્યારે કોઈ ચૂકે છે તો તેને આજે નહીં તો કાલે જવાબ મળતો હોય છે.. જે જે લોકો કર્તવ્ય ચૂક્યા છે તેમને યાદ કરવું પડશે કે સમય કોઈને પણ નથી છોડતો.. અનેક નેતાઓને જાણે ચૂપ રહેવાની ટેવ પડી ગઈ છે.. હવે નેતાઓ કોઈ બદલાવ લાવશે, જનતાનો મુદ્દો ઉઠાવશે જેવી અપેક્ષા રાખવી સામાન્ય માણસોએ છોડી દીધી છે પરંતુ આવી મોટી દુર્ઘટનામાં નેતાઓ બે શબ્દો સંવેદનના કહેશે તેવી આશા તો રાખી જ હોય છે...!આ અપેક્ષા પણ કદાચ માણસોએ માનીને રાખી હશે કે નેતાઓ, ધારાસભ્યો, સાંસદો માણસ છે તેમનામાં પણ સંવેદના જેવું કંઈક હશે એટલે...  આંદોલન કરવા માટે પહોંચેલા ઉમેદવારો સાથે જે રીતે પોલીસ દ્વારા વર્તન કરવામાં આવ્યું તે અનેક સવાલો કરે એમ છે. મહિલા ઉમેદવારો સાથે જે પ્રમાણે વર્તન કરવામાં આવ્યું છે તેના દ્રશ્યો આપણી સામે છે.

ભાવનગરથી એક ઘટના સામે આવી હતી જેમાં બાલાજીની વેફરમાંથી દેડકો નિકળ્યો હતો, સૂપમાંથી ગરોડી નિકળી હતી ત્યારે આજે સંભારમાંથી ઉંદર નિકળ્યો છે...! આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારની છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલના ઘોઘાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો છે જેમાં બે ગાડી એકબીજા સાથે અથડાઈ. આ ઘટનામાં બે લોકોના મોત થયા છે તેવી માહિતી સામે આવી છે. તે સિવાય રાજકોટના સુભાષનગર રોડ પર પણ અકસ્માત સર્જાયો છે.

ઝેરી દારૂ પીવાને કારણે અનેક લોકોના મોત થયા છે ત્યારે તમિલનાડુમાં કથિત રીતે ઝેરી દારૂ પીવાને કારણે 29 જેટલા લોકોના મોત થઈ ગયા છે જ્યારે અનેક લોકોની તબિયત લથડી છે... 60 જેટલા લોકોની હાલત ગંભીર છે અને સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે.