દેશની સોપ્રથમ નેઝલ રસીને મળી DCGIની મંજૂરી, ઈન્જેક્સનથી મળશે છુટકારો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-06 17:43:27

કોરોના રોગચાળા સામે ભારતને વધુ એક સફળતા મળી છે. દેશની સૌપ્રથમ નેઝલ વેક્સિનના ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ભારત બાયોટેક દ્વારા કોરોના માટે બનાવેલી દેશની પ્રથમ  નેઝલ વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કોવિડ-19 વાયરસ માટે દેશની આ સૌપ્રથમ નેઝલ વેક્સિન છે. આ રસી નાક દ્વારા આપવામાં આવશે.

                                                                   

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું છે કે કોવિડ-19 વિરુદ્ધ ભારતની લડાઈને મોટો બૂસ્ટ મળ્યો છે. ભારત બાયોટેકની ChAd36-SARS-CoV-S COVID-19 રિકોમ્બિનેટ નેઝલ વેક્સનીને કટોકટીની સ્થિતિમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વપરાશ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.


ડો. મનસુખ માંડવિયાએ વધુમાં કહ્યું કે આ પગલું રોગચાળા સામેની અમારી સામૂહિક લડાઈને વધુ મજબૂત કરશે. PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ-19 સામેની લડાઈમાં તેના વિજ્ઞાન, સંશોધન અને વિકાસ અને માનવ સંસાધનોનો ઉપયોગ કર્યો છે. વિજ્ઞાન આધારિત અભિગમ અને દરેકના પ્રયાસથી અમે કોવિડ-19ને હરાવીશું.


 નેઝલ વેક્સિનના ફાયદા


ઈન્જેક્સનથી મળશે છુટકારો

નાકના અંદરના ભાગમાં ઈમ્યુન તૈયાર થવાથી શ્વાસ લેવાથી સંક્રમણ થવાનું જોખમ ઘટશે

ઈન્જેક્સનથી છુટકારો થવાના કારણે હેલ્થવર્કર્સને ટ્રેનિંગની જરૂર નથી

બાળકોનું રસીકરણ કરવું બનશે સરળ

ઉત્પાદન સરળ થવાથી દુનિયાભરમાં ડિમાન્ડ પ્રમાણે ઉત્પાદન અને સપ્લાય શક્ય બનશે



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે