Bharat Jodo Nyay Yatra : Arunachal Pradeshમાં BJP પર Rahul Gandhiએ કર્યા પ્રહાર, સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-01-20 18:47:44

14 જાન્યુઆરીથી કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. આ યાત્રા અનેક રાજ્યોમાંથી પસાર થવાની છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી ત્યારે આ યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી. મણિપુરમાં જ્યારે રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી તે વખતે તેમણે પીએમ મોદી અને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. મણિપુરમાં પીએમ મોદી કેમ નથી આવતા તેવા પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જ્યારે રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું ત્યારે પીએમ મોદી પર તેમણે પ્રહાર કર્યા હતા. મીડિયા પર પણ તેમણે પ્રહાર કર્યા હતા.

મીડિયા પર રાહુલ ગાંધીએ કર્યા પ્રહાર!

રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રા અરૂણાચલ પ્રદેશ પહોંચી છે. મણિપુરથી આ યાત્રાની શરૂઆત થઈ હતી. દેશના અનેક રાજ્યોમાંથી આ યાત્રા નીકળવાની છે. પીએમ મોદી તેમજ ભાજપ પર તેમણે પ્રહાર કર્યા છે. ત્યારે અરૂણાચલ પ્રદેશમાં જનસંબોધન કરતી વખતે તેમણે પીએમ મોદીની સાથે સાથે મીડિયા પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે સામાન્ય રીતે મીડિયા વિરોધનો અવાજ ઉઠાવે છે, પરંતુ આજે ભાજપ-આરએસએસે મીડિયાને કબજે કરી લીધું છે. તેઓ તમામ મીડિયા સંસ્થાઓ પર દબાણ લાવે છે અને તેમને જાહેર મુદ્દા ઉઠાવતા અટકાવે છે. જનતાના પ્રશ્નો ઉઠાવવાનો આ એકમાત્ર રસ્તો છે, તેથી જ અમે આ યાત્રા શરૂ કરી છે.     


અરૂણાચલ પ્રદેશમાં મોંઘવારી ચરમ સીમા પર પહોંચી - રાહુલ ગાંધી

વધુમાં તેમણે કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી ચરમસીમાએ છે. તમે ટેક્સ ભરો છો, પરંતુ તમને તેનો લાભ મળતો નથી. રસ્તામાં ખાડા છે, રોડ નથી. અમારો ઉદ્દેશ્ય તમારા દિલનો અવાજ અને મુશ્કેલીઓ સાંભળવાનો છે અને પછી તેને સંસદમાં ઉઠાવીને દેશને જણાવવાનો છે. મહત્વનું છે કે આની પહેલા પણ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરી હતી. તે યાત્રાને સારૂં જનસમર્થન મળ્યું હતું. લોકસભા પહેલા રાહુલ ગાંધીએ યાત્રા કાઢી છે ત્યારે જોવું રહ્યું કે આ યાત્રા ચૂંટણી પરિણામ પર અસર કરે છે કે નહીં? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે