Bharat Jodo Nyay Yatra : Rahul Gandhiની સુરક્ષાને લઈ Mallikarjun Khargeએ લખ્યો Amit Shahને પત્ર! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-24 11:06:09

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી શરૂ થઈ છે. યાત્રા દરમિયાન અનેક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી પર તેમજ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા છે. ગઈકાલે એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. આસામમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલા ઝપાઝપી બાદ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા સરકાર પર શાબ્દિક પ્રહાર કર્યા છે.  આ બધા વચ્ચે એવી માહિતી સામે આવી છે કે મલ્લિકાર્જુન ખડગેએ રાહુલ ગાંધીની સુરક્ષાને ધ્યાનમાં રાખી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ચિઠ્ઠી લખી છે. 

કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે થયું હતું ઘર્ષણ

આગમી સમયમાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. લોકસભા ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. થોડા વખત પહેલા ભારત જોડો યાત્રાનું આયોજન કર્યું હતું જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલી હતી ત્યારે આ વખતે ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની શરૂઆત મણિપુરથી કરવામાં આવી હતી. યાત્રાની શરૂઆત થઈ ત્યારે પણ મણિપુર મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી હતી. 

અમિત શાહને મલ્લિકાર્જુન ખડગેએ લખ્યો પત્ર

યાત્રા દરમિયાન પણ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે ભારત જોડો ન્યાય યાત્રા આસામ પહોંચી હતી તે વખતે પોલીસ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાહુલ ગાંધી વિરૂદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી. આ બધા વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમિત શાહને પત્ર લખ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે