રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બીજા તબક્કાનો થશે પ્રારંભ, ગુજરાતથી મેઘાલય સુધી કરશે પદયાત્રા


  • Published By :
  • Published Date : 2023-08-08 18:59:07

કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટૂંક સમયમાં ભારત જોડો યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરવાના છે. આ વખતે રાહુલ ગાંધી ગુજરાતમાંથી પદયાત્રાની શરૂઆત કરશે. કોંગ્રેસ પાર્ટીના મહારાષ્ટ્ર ચીફ નાના પટોલેએ આપેલી જાણકારી મુજબ કોંગ્રેસની ભારત જોડો યાત્રા આ વખતે ગુજરાતથી મેઘાલય સુધી યોજાશે. આ યાત્રાને સફળ બનાવવા માટે કોંગ્રેસ પાર્ટીએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.


આગામી મહિને થશે યાત્રાનો શુભારંભ


રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનો બીજો તબક્કો આગામી મહિનાથી જ શરૂ થશે તેવી જાણકારી મળી રહી છે. કોંગ્રેસના સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ યાત્રાના પહેલા તબક્કામાં કોંગ્રેસના નેતાઓ ગરીબ અને જમીન સાથે જોડાયેલા લોકો સાથે સંપર્ક કરશે. આ યાત્રાનો હેતું ગરીબો, ખેડૂતો અને કામદારોની સમસ્યાઓની સમસ્યાઓ સમજવાનો છે. યાત્રાના પહેલા તબક્કા દરમિયાન રાહુલ ગાંધીએ 150થી વધુ દિવસ સુધી 14 રાજ્યોની પદયાત્રા કરી હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે