BharatPeના અશનીર ગ્રોવર અને પત્નીને અમેરિકા જતા દિલ્હી એરપોર્ટ પર રોકવામાં આવ્યા, આ છે કારણ?


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-17 16:16:25

ફિનટેક ફર્મ ભારત-પેના કો-ફાઉન્ડર (BharatPe Co-Founder) અશનીર ગ્રોવર  (Ashneer Grover)ને લઈનો મોટા સમાચાર આવ્યા છે. અશનીર ગ્રોવરને નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. તેઓ તેમની પત્ની માધુરી જૈન સાથે અમેરિકાના ન્યૂયોર્ક જઈ રહ્યા હતા. જો કે એરપોર્ટ ઓથોરિટીએ તેમને દેશની બહાર જતા રોકી દેતા મામલો ગરમાયો છે. 


શા માટે રોકવામાં આવ્યા?


અશનીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન સામે દિલ્હી પોલીસ દ્વારા એક લુક આઉટ સર્ક્યુલર જાહેર કરવામાં આવ્યો છે. જે કારણે તેમને દેશ છોડતા રોકવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ આ કપલ ન્યૂયોર્ક માટે રવાના થવાનું જ હતું, પરંતું IGI Airport પરથી જ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા હતા. 


પતિ-પત્ની સામે દાખલ થઈ છે FIR


અશનીર ગ્રોવર અને તેમની પત્ની સામે જૂન 2023ના રોજ એક એફઆઈઆર દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરવામાં આવી હતી. ભારત પે ચલાવતી કંપની રેજિલિયેન્ટ ઈનોવેશન પ્રાઈવેટ લિમિટેડ (RIPL)ને 81 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવા અને પૈસાનો કથિત દુરપયોગ કરવાના મામલે ફરિયાદ થઈ હતી. દિલ્હી પોલીસની તપાસમાં પણ ભારત પે ના સંચાલન દરમિયાન નાણાકિય છેતરપિંડીનો ખુલાસો થયો હતો. માત્ર અશનીર અને તેની પત્ની જ નહીં પણ તેમના પરિવારજનો સામે પણ ફરિયાદ થઈ છે. જેમાં દીપક ગુપ્તા, સુરેશ જૈન અને સ્વેતાંક જૈનનો સમાવેશ થાય છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.