Bharuch - સાંસદ Mansukh Vasavaની એક પોસ્ટે ચર્ચા ચગાવી કે શું અધિકારીઓ સાંસદને ગાંઠતા નથી? મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર લખ્યું કે...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-28 15:30:41

અનેક વખત આપણી સામે અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં સાંસદ, ધારાસભ્ય ફરિયાદ કરતા હોય કે અધિકારીઓ તેમનું સાંભળતા નથી.. ત્યારે ભરૂચના સાંસદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. ચર્ચામાં એટલા માટે આવ્યા છે કારણ કે એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને એ પોસ્ટ એવા સંકેત આપે છે કે અધિકારીઓ મનસુખ વસાવાને ગાંઠતા નથી...  

જો સાંસદની વાત અધિકારીઓ નથી માનતા તો... 

ધારાસભ્ય, સાંસદને આપણે લોકપ્રતિનિધી માનીએ છીએ.. સામાન્ય માણસને પડતી મુશ્કેલીનું સમાધાન તે  લાવી શકે.. જો કોઈને સમસ્યા હોય તો તે સ્થાનિક નેતાનો સંપર્ક કરી સમસ્યા અંગે રજૂઆત કરી શકે.. આપણે એવું માનીએ છીએ કે સાંસદોનું, ધારાસભ્યોનું અધિકારીઓ માનતા હશે પરંતુ ભરૂચથી જે સમાચાર સામે આવ્યા તે વિચાર કરવા આપણને મજબૂર કરે છે કે સાચે અધિકારીઓ સાંસદોનું માનતા નહીં હોય?


મનસુખ વસાવાએ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ 

ભરૂચના સાંસદનો અવાજ સોશિયલ મીડિયા થકી ઊઠતો થયો, જે બતાવે છે કે અધિકારી રાજ વધ્યું છે અને અધિકારીઓ સાંસદોને પણ નથી ગાંઠતા. લોકો સાંસદને રજૂઆત કરે કે કંઈક કામ વહેલું થાય અને સમસ્યાઓનું નિરાકરણ વહેલું આવે, પરંતુ સાંસદને લોકોનાં કામ કરાવવામાં પણ રાજકારણ વચ્ચે લાવવું પડતું હોય એવી સ્થિતિ મનસુખ વસાવાની પોસ્ટ પરથી દેખાય છે. 


ફેસબુક પોસ્ટમાં શું લખ્યું મનસુખ વસાવાએ?

તેમણે ફેસબુક પર ધોવાયેલા રસ્તાના ફોટો મૂક્યા અને લખ્યું કે ડેડીયાપાડા તાલુકાના મોરજળી ગામ ખાતે બગલાખાડીનાં રસ્તાનું ધોવાણ થતાં પ્રજાને અવરજવરમાં પડતી મુશ્કેલી,દિવસ દરમિયાન હજારો લોકોની અવિરત અવર-જવર રહેતી હોય છે જેઓને આ મહત્વના માર્ગની દુર્દશાના કારણે પારાવાર હાલાકી વેઠવી પડે છે. રસ્તાના ધોવાણના કારણે અને નલ સે જલ યોજના અંતર્ગત નાખવામાં આવેલ પાણીની પાઇપલાઈન ટુટી ગયેલ હોવાથી ત્યાંથી નિકળવામાં રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવાનો પડે છે. સંબંધિત વાસમોનાં અધિકારીઓ તથા જીલ્લા પંચાયતના અધિકારીઓ જલ્દીથી જલ્દી આ સમસ્યાનો નિકાલ કરી પ્રજાને થતી હાલાકી દૂર કરે.



અધિકારીઓ સાંસદને નથી ગાંઠતા?

લાગે છે, સરકારી વહીવટી તંત્રનું ધ્યાન દોરવા મનસુખ વસાવા પાસે સોશિયલ મીડિયામાં જ પોસ્ટ મૂકવા સિવાય કોઈ વિકલ્પ નથી.. એક સાંસદ તરીકે જ્યાં એક ફોન કોલ પર પ્રજાની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ ત્યાં તો ભરૂચના સાંસદ જાણે કે તેમની વાત અધિકારીઓ માનતા જ ન હોય તેવી પોસ્ટ કરી છે. સોશિયલ મીડિયા થકી અધિકારીઓને આદેશ આપવા મજબૂર બન્યા છે ક્યારેક ધારાસભ્યો પત્ર લખે છે સમસ્યાના નિરાકરણ માટે તો ક્યારેક નેતાઓ અધિકારીઓની complain કરતાં હોય છે.


સાંસદે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકવી પડે કે... 

આવી સ્થિતિ જ્યારે સર્જાય ત્યારે પ્રજા કોની પાસે જાય? આટલાં વર્ષોથી મનસુખ ભાઈ ત્યાંના સાંસદ છે અને છત્તા તેમણે પોસ્ટ કરીને લખવું પડે કે અધિકારીઓ આ કામ કરજો લોકોને હાલાકી પડે છે એ તો ભયાનક વાત કહેવાય.. ચાલો અંતે સાંસદે પ્રજાનું વિચાર્યું તો ખરી હવે કે ત્યાંના સ્થાનિક લોકોને મુશ્કેલી પડે છે. ત્યારે જોવાનું રહ્યું છે મનસુખ વસાવા દ્વારા કરવામાં આવી પોસ્ટ સમસ્યાનું નિરાકરણ લાવવામાં કેટલી અસર કરે છે?  



અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે