Bharuch લોકસભા બેઠક રહેશે રસપ્રદ! Mansukh Vasavaએ ફરી એક વખત Chaitar Vasava માટે આપ્યું નિવેદન, જાણો આ વખતે શું નવું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-03-12 15:03:56

લોકસભાની ચુંટણી આવે એ પહેલા રાજનીતિમાં રોજ એક નવો ભૂકંપ આવે છે, ભરૂચ લોકસભા સીટને લઈ અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી છે. મનસુખ વસાવા Vs ચૈતર વસાવાનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. તે ઉપરાંત ભરૂચમાં ત્રીજા વસાવા પણ છે અને તે છે છોટુ વસાવા. ગઈકાલે જ BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા ત્યારે હવે ભરૂચ લોકસભા બેઠક માટે જેટલી પણ ગણતરીઓ હતી એ બધી ખોરવાઈ ગઈ છે અને અધૂરામાં પૂરું બીજો ઝટકો છોટુભાઈ વસાવા પણ આપવા જઈ રહ્યા છે.

ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ આપ્યું નિવેદન!

ચૈતર વસાવા અનેક વખત મનસુખ વસાવાને લઈ નિવેદન આપતા હોય છે તો કોઈ વખત મનસુખ વસાવા ચૈતર વસાવાને લઈ નિવેદન આપતા હોય છે. ત્યારે મનસુખ વસાવા માટે પકડાર પણ ઉભો થઈ શકે છે કારણ કે છોટુ વસાવાએ જાહેરાત કરી છે કે તેઓ અલગ નવી પાર્ટી બનાવીને ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને ચૂંટણી લડશે. આ બધાની વચ્ચે જૂનો અને હમેશા ટ્રેન્ડમાં રહતો વિષય વસાવા vs વસાવા ફરી એક વાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા માટે એક નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું 'ચૈતર વસાવા કાગનો વાઘ છે, એ હારવાનો જ છે' સાથે જ તેમણે કહ્યું કે BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ ભાજપમાં જોડાવાથી ભાજપ ભરૂચ બેઠક મજબૂત થશે. 

 

ગઈકાલે મહેશ વસાવા જોડાયા હતા ભાજપમાં 

મહત્વનું છે કે થોડા સમય પહેલા છોટુ વસાવાનું એક નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે ભાજપમાં જઈ રહેલા નેતા માટે નિવેદન આપ્યું હતું. ગઈ કાલે છોટુ વસાવાના દીકરા મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા જે બાદ તે ભડક્યા હતા. પુત્ર ભાજપમાં જતાં રોષે ભરાઈ ગયા હતા અને કહ્યું હતું કે,ભાજપમાં બધા કોઢ ઊંદરો ભરતી થઇ રહ્યા છે. જે ભાજપને ખતમ કરી નાખશે. એમ આડ કતરી રીતે પોતાના પુત્રને પણ છોટુભાઈ વસાવાએ કોઢ ઉંદર કહ્યા હતા. મહત્વનું છે કે ભરૂચ લોકસભા બેઠકની જંગ રસપ્રદ રહેશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે