Bharuch Loksabha - Dediyapadaમાં Mansukh Vasavaનો હુંકાર! Chaitar Vasava અને આપ માટે કહ્યું કે મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-18 17:46:49

ભરૂચ લોકસભા બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા  મળવાનો છે. ભાજપના ઉમેદવાર છે મનસુખ વસાવા તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે ચૈતર વસાવા. આ બંને ઉમેદવારોના નિવેદનોના લીધે આ બેઠક ચર્ચાનો વિષય બનતી હોય છે. ત્યારે ચૈતર વસાવા માટે ફરી એક વખત મનસુખ વસાવાએ ટિપ્પણી કરી છે. ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે.   

ભરૂચ બેઠક પર જોવા મળશે વસાવા Vs વસાવાનો જંગ 

ચૂંટણી હોય કે ના હોય પરંતુ એક બેઠકની ચર્ચા હમેશા થતી હોય છે અને તે છે ભરૂચ લોકસભાની બેઠક. ભાજપ તેમજ ઈન્ડિયા ગઠબંધન દ્વારા લોકસભાના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે ફરી એક વખત મનસુખ વસાવાને રિપીટ કર્યા છે, તેમને ઉમેદવાર બનાવ્યા છે તો ચૈતર વસાવા ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. બંને ઉમેદવારો અનેક વખત એવા નિવેદનો આપતા હોય છે જેને લઈ તે ચર્ચામાં રહેતા હોય છે ત્યારે મનુસુખ વસાવાએ ચૈતર વસાવાને લઈ નિવેદન આપ્યું છે. ના માત્ર મનસુખ વસાવાએ પરંતુ ભાજપમાં થોડા સમય પહેલા જોડાયેલા મહેશ વસાવાએ પણ નિવદેન આપ્યું છે.


મનસુખ વસાવાએ ફરી એક વખત ચૈતર વસાવા પર કર્યા પ્રહાર 

ચૈતર વસાવાનું ગઢ ગણાતી ડેડીયાપાડા વિધાનસભા પરથી મનસુખ વસાવાએ ચૈતર વસાવાને સંભળાવી દીધું છે. ગઈકાલે ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં BTPના પૂર્વ અધ્યક્ષ અને હાલમાં જ BJP માં સામેલ થયેલ મહેશ વસાવા, , રાજ્ય પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત અન્ય અગ્રણી નેતાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવાએ AAPના ધારાસભ્ય અને હાલમાં ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા સાથે જ મહેશ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ પણ કર્યા હતા.

ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે - મહેશ વસાવા

નિવેદન આપતા મનસુખ વસાવાએ કહ્યું કે, આજે મારે એટલે બોલવું પડ્યું કે ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. મને આમ આદમી પાર્ટીનો જરાય ડર નથી. એ ઉમેદવાર થઈને મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે. પણ મને કોઈ ફેર નહિ પડે. અમે આ વખતે 5 લાખ કરતા વધુ મતોથી જીતીશું અને AAP ના સુપડા સાફ થઈ જશે. એટલું જ નહીં હમણાં જ ભાજપમાં જોડાયેલા મહેશ વસાવાએ પણ આક્ષેપ કર્યા કે ચૈતર વસાવા લોકોને છેતરીને ડેડીયાપાડા જીત્યા છે. તે ઉપરાંત ભાજપના તેમણે ભરપેટ વખાણ કર્યા છે.  



ગુજરાતની સુરત લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ્દ થયું. તે બાદ સુરતમાં ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા. ત્યારે મધ્યપ્રદેશના ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે.. તેઓ ભાજપમાં જોડાવાના છે તેવી માહિતી સામે આવી છે..

જમાવટની ઈલેક્શન યાત્રા દ્વારકા પહોંચી હતી જે જામનગર લોકસભા સીટ અંતર્ગત આવે છે. દ્વારકાના મતદાતાઓ કયા મુદ્દાઓને જોઈને વોટ આપે છે, પીએમ તરીકે કોણ છે તેમની પસંદ તે જાણવાની કોશિશ જમાવટની ટીમે કરી હતી.

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે અને આ બધા વચ્ચે જામનગર પહોંચ્યા હતા જીજ્ઞેશ મેવાણી. ઉપવાસ કરી રહેલી મહિલાઓને તેમણે પારણા કરાવ્યા હતા.

ગુજરાતમાં થોડા વર્ષો પહેલા પાટીદાર અનામત આંદોલન થયું હતું. સરકાર સામે આંદોલન શરૂ કરવા વાળા અનેક નેતાઓ રાજકીય પાર્ટીમાં જોડાઈ ગયા છે.. કોઈ ભાજપમાં તો કોઈ બીજી અન્ય પાર્ટીમાં જોડાઈ ગયા છે...