Bharuch Loksabha બેઠક પર ત્રિ પાંખીયો જંગ, BAPના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી પત્ર, Chaitar Vasava પણ હતા હાજર? જુઓ દ્રશ્યો


  • Published By :
  • Published Date : 2024-04-19 17:08:43

ભરૂચ લોકસભા બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામવાનો છે. ભારતીય જનતા પાર્ટી અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી ગઈ હતી.પરંતુ થોડા સમય પહેલા છોટુ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી કે ભરૂચ લોકસભા બેઠક પર તેમની પાર્ટી BAP પણ ઉમેદવારને ઉતારશે ચૂંટણી લડવા.. તે બાદ દિલીપ વસાવાના નામની જાહેરાત ઉમેદવાર તરીકે કરવામાં આવી અને હવે તેમણે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરી દીધું છે.. જે દ્રશ્યો સામે આવ્યા હતા તેમાં ચૈતર વસાવા પણ તેમની સાથે દેખાયા હતા...

બાપના ઉમેદવાર દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત થઈ ગઈ છે.. અનેક બેઠકો એવી છે જ્યાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે જંગ થવાનો છે.. પરંતુ અનેક બેઠકો છે જ્યાં ત્રિ પાંખીયો જંગ થવાનો છે... ભરૂચ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે... બંને ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે જ્યારે આજે છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ નામાંકન દાખલ કર્યું છે... છોટુ વસાવાએ થોડા દિવસ પહેલા આ અંગેની જાહેરાત કરી હતી કે તે ઉમેદવાર ઉતારશે...


શક્તિપ્રદર્શન કરી ઉમેદવારોએ નોંધાવી હતી દાવેદારી

ભરૂચ લોકસભા બેઠક એમ પણ ઉમેદવારોના નિવેદનને કારણે ચર્ચામાં રહેતી હોય છે... મનસુખ વસાવા જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ગયા હતા ત્યારે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર હતા. તે સિવાય જ્યારે ચૈતર વસાવાએ ઉમેદવારી નોંધાવી ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠક પર ત્રિ પાંખીયો જંગ જામતા આ બેઠક ખૂબ રસપ્રદ રહેવાની છે તેવું લાગી રહ્યું છે...        



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે