Loksabha Election : ભરૂચ બેઠક પર જામશે ત્રિકોણીયો જંગ, છોટુ વસાવાએ જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોના નામની કરાઈ જાહેરાત?


  • Published By :
  • Published Date : 2024-04-09 15:58:53

ભરુચ લોકસભા બેઠકની ચર્ચા અનેક વખત થતી હોય છે. મનસુખ વસાવા તેમજ ચૈતર વસાવા દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે આ બેઠક ચર્ચામાં રહેતી હોય છે. ત્યારે આ વખતે આ બેઠક પર અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આ બેઠક પર ત્રિ-પાંખીયો જંગ જોવા મળશે. આ બેઠક પર છોટુ વસાવાએ ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી દીધી છે. મનસુખ વસાવા અને ચૈતર વસાવા એકબીજા પર આક્ષેપ- પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. આ વચ્ચે છોટુ વસાવાની એન્ટ્રી થઈ છે.. અને તેમણે પોતાની પાર્ટી ભારતીય આદિવાસી પાર્ટીના ઉમેદવારની જાહેરાત પણ કરી દીધી છે. દિલીપ વસાવા ભરુચ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર હશે તેવી જાહેરાત છોટુ વસાવા દ્વારા કરવામાં આવી છે.  

આમ આદમી પાર્ટી અને ભાજપે આમને ઉતાર્યા છે ચૂંટણી મેદાનમાં 

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની 26 લોકસભા બેઠક માટે ગઠબંધન કરવામાં આવ્યું છે. બે બેઠકો પર આપ પોતાના ઉમેદવાર ઉતારશે જ્યારે 24 બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉતારશે. ભરૂચ  લોકસભા બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. ભાજપે મનસુખ વસાવાને ફરી એક વખત ટિકીટ આપી છે. ઉમેદવારના નામની જાહેરાત થયા બાદ ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે. ચૂંટણીઓને લઇને રાજ્યમાં ભાજપ અને ગઠબંધનની કોંગ્રેસ-આમ આદમી પાર્ટી પોતાની જીત માટે પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ચૂંટણીમાં ભરુચ બેઠક ચર્ચામાં છે કારણ કે અહીં ભાજપે સતત છ ટર્મ સુધી સિંટિંગ સાંસદ મનસુખ વસાવાને રિપિટ કર્યા છે. જેમને હરાવવા માટે ઇન્ડિયા ગઠબંધનની આમ આદમી પાર્ટીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે. 


છોટુ વસાવાએ દિલીપ વસાવાના નામની કરી ઉમેદવાર તરીકે જાહેરાત  

આ વચ્ચે હવે 35 વર્ષ સુધી ઝઘડિયામાં એક હથ્થુ શાસન ચલાવનાર પૂર્વ ધારાસભ્ય અને પીઢ આદિવાસી નેતા છોટુ વસાવા તેમના નાના પુત્ર દિલીપ વસાવાની 'BAP'(ભારતીય આદિવાસી પાર્ટી)માં સંયોજક તરીકે જોડાયા છે... એવામાં આજે તેમણે જાહેરાત કરી છે કે, દિલીપ વસાવા ભરુચ લોકસભા બેઠક પરથી તેમના ઉમેદવાર હશે... જેના કારણે રાજકીય વાતાવરણ ગરમાયું છે... વર્ષ 2023માં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓ પહેલાં છોટુ વસાવાના નાના પુત્ર દિલીપ વસાવાએ આદિવાસી નેતાઓ સાથે મળીને ભારતીય આદિવાસી પાર્ટી (BAP)ની સ્થાપના કરી હતી અને ખરેખર આ પાર્ટી તે ચૂંટણીઓમાં બાપ સાબિત થઈ હતી. કેમ કે તેણે રાજસ્થાનમાં ત્રણ અને મધ્યપ્રદેશમાં એક સીટ જીતી હતી. આ પાર્ટી હવે ગુજરાતમાં સક્રિય થઇ છે....


મહેશ વસાવાએ પરત ખેંચી હતી ઉમેદવારી

એટલે સમીકરણો બદલી શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.... ઝઘડીયા વિધાનસભાની બેઠક પર આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાએ 35 વર્ષ સુધી એક હથ્થું શાસન કર્યું હતું, પરંતુ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં BTP પાર્ટીના અધ્યક્ષ અને તેમના પુત્ર મહેશ વસાવાએ છોટુ વાસવાને ટિકિટ ન આપતાં તેઓ અપક્ષમાંથી લડ્યા હતા. જો કે, ભાજપના રિતેશ વસાવા સામે છોટુ વસાવાની હાર થઇ હતી અને ત્યાંથી પિતા અને પુત્ર વચ્ચે મતભેદ ઉભા થયા હતા. છોટુ વસાવાના મોટા પુત્ર મહેશ વસાવા BTP પાર્ટીના અધ્યક્ષ હતા. જેઓ એક ટર્મ ડેડિયાપાડાના ધારાસભ્ય રહ્યા હતા. ત્યારબાદ તેઓએ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પિતાને ટિકિટ ન આપી ઝઘડીયા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોધાવી હતી, પરતું પિતાએ અપક્ષમાંથી દાવેદારી કરતા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 


મહેશ વસાવા થોડા સમય પહેલા ભાજપમાં જોડાયા

મહેશ વસાવાએ થોડા દિવસો પહેલાં જ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે..... એક વાત તો ચોક્કસ છે કે, છોટુ વસાવાની લોકસભા ચૂંટણીમાં એન્ટ્રીથી આદિવાસી મત વિભાજીત થવાની શક્યતાઓ વધી છે. આદિવાસી વિસ્તારમાં મનસુખ વસાવા, ચૈતર વસાવા અને છોટુ વસાવા જેવા દિગ્ગજ નેતાઓ પોતાની કમિટેડ વોટ બેન્કને જો જાળવી રાખે તો ભરૂચ લોકસભા બેઠકનું પરિણામ પણ રસપ્રદ બનશે તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.... 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.