Bharuchનાં Collector Tushar Sumeraની વિદ્યાસહાયક થી IAS બનવા સુધીની સફર!


  • Published By :
  • Published Date : 2024-01-05 16:39:44

વર્ષ 2009માં બનેલી ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ'નો આ ડાયલોગ તમને યાદ જ હશે, 'कामयाबी के पीछे मत भागो, काबिल बनो, कामयाबी झक मार के तुम्हारे पास आएगी।’ અને આજે આપણી સ્ટોરીનાં જે હીરો છે એમની કહાણી પણ કંઈક એવીજ છે આજે વાત કરવી છે ભરૂચના કલેક્ટર તુષાર ડી સુમેરાની. એમના સંઘર્ષ થી સફળતા સુધીની સફરની. 

નાનકડા ગામમાં અભ્યાસ કરતા હતા 

દરેક સફળ વ્યક્તિના જીવનમાં એક એવી ઘટના બનતી હોય છે, એક એવો કિસ્સો બનતો હોય છે જે તેમના જીવનને બદલી નાખે છે. તેમના જીવનમાં નવો વળાંક આવે છે.  ત્યારે આજે જેમની વાત કરવાના છીએ તેમના જીવનમાં પણ એક એવો બનાવ બન્યો હતો જ્યારે તે 10માં ધોરણમાં અભ્યાસ કરતા હતા. શિક્ષકે કહ્યું ભાઈ તું જા તારા હાથમાં તો ગણિતની રેખા જ નથી. કોલેજ ગયા તો ક્લાર્કએ કહ્યું તું તો યુનિવર્સીટીનું નામ ડૂબાડીશ! અને કોઈ કલ્પના પણ ન કરી શકે કે એ વ્યક્તિ ભવિષ્યમાં કલેક્ટર બનશે. 2500 રૂપિયાના પગારદાર વિદ્યાસહાયકમાંથી IAS બનેલા તુષાર સુમેરા બધા UPSCની પરીક્ષા આપતા ઉમેદવારો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે ચોટીલા જેવા નાનકડા ગામમાં મોટા થયેલા તુષાર સુમેરાએ જીવનમાં ઘણા ઉતારચઢાવ જોયા છે.




સરકારી શાળામાં તેમણે કર્યો પ્રારંભિક અભ્યાસ 

એમણે IAS અધિકારી બનવાનું સપનું તો જોયું પણ એને પૂરું કરવા માટે અથાક મેહનત અને સંઘર્ષ કર્યો એમના બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તુષાર સુમેરાના પિતા દલપતભાઈ સુમેરા ખેતીવાડી ખાતામાં ફિલ્ડ સુપરવાઇઝર હતા. તેમનાં માતા ગૌરીબેન વઢવાણામાં શિક્ષિકા હતાં. સુરેન્દ્રનગરના વઢવાણમાં જન્મેલા તુષાર સુમેરાએ પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પૂરું કર્યું દસમાં ધોરણની બોર્ડની પરીક્ષાનું રિઝલટ આવ્યું તો એ ખૂબ ખુશ હતા તમને થશે IAS છે 10માં તો સરસ 92/95 માર્ક આવ્યા હશે તો ખુશ જ હોય ને પણ એવું નથી.


10માં ધોરણમાં તે થયા હતા માંડ માંડ પાસ 

તુષારભાઈને 10માં નીલ બટે સન્નાટા જેવું હતું અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ માંડ માંડ તો એ પાસ થયા હતા ત્યારે ટીચરે ટોણા મારતાં કહ્યું હતું કે, શિક્ષણ બોર્ડમાં તારા કોઇ સગાં કે ઓળખીતા હશે એટલે તને આ પાસિંગ માર્ક્સ આપીને પાસ કર્યો હશે , બાકી તું પાસ થઇ શકે એમ જ નથી. અને આજે એ IAS અધિકારી છે. 


2500 રુપિયામાં કરી નોકરી 

10માં ધોરણમાં ખરાબ માર્ક આવ્યા એટલે આર્ટ્સ લીધું. પછી બારમું પાસ કર્યું અને જુનાગઢથી બી એડ કર્યું બી.એડ થયા બાદ તુષાર સુમેરાએ ચોટીલાની એક સ્થાનિક શાળામાં વિદ્યસહાયક તરીકે 2500 રૂપિયા પગારમાં નોકરી કરી. નોકરી કરતા કરતા જે વિચાર આવ્યો ટીચર માત્ર એક ગામમાં એક-બે પેઢીને સુધારી શકે, પણ સમગ્ર સમાજનું ભલું કરવા માટે કંઈક વિશેષ કરવું જરરી છે. પછી UPSCની તૈયારી શરૂ કરી દીધી અને પછી એમના જીવનનો એ ટર્નિંગ પોઇન્ટ આવ્યો જ્યારે એમને રિયલાઇઝ થયું કે કંઈ પણ ભોગે આઈએએસ અધિકારી બનવું છે પિતા હોસ્પિટલમાં દાખલ હતા ઓપરેશન પૂરું થઈ ગયું હતું અને પિતાએ આંખમાં આંખ મિલાવીને કહી દીધું ગમે તે ભોગે નક્કી કરેલ લક્ષ્ય મેળવવાનું છે.


ચાર વાર નિષ્ફળ થયા બાદ પણ  ના હારી આશા 

"પછી તો શિક્ષકની નોકરી છોડી 2007માં સ્પીપા જોઈન કરી દીધું ચાર વાર નિષ્ફળ થયા બાદ પાંચમી વાર યુપીએસસીની પરીક્ષા આપી મનમાં હજુ શંકા હતી કે હું આના માટે બન્યો છું કે નહીં પણ પાંચમી વાર મહેનત રંગ લાગી 2012 માં યુપીએસસી નું રિઝલ્ટ આવ્યું અને દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર એ છોકરોએ UPSCની પરીક્ષા ક્રેક કરી અને પછી તો sky is the limit જીવનમાં એક બાદ એક બધી સિદ્ધિઓ હાાંસલ કરી. અધિકારી તરીકે એવી રીતના કામ કર્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ પણ એમના કામની નોંધ લીધી


બીજાની સેવા માટે જીવન કર્યું સમર્પિત 

જ્યારે સપનું પૂરું થયું ત્યારે પોતાના વિચારો વ્યક્ત કરતા એમને સરસ વાત કહી હતી કે " પૈસા કમાવાના તો હજાર રસ્તા હોય છે પરંતુ જો બીજાની સેવા કરીને સારું સ્ટેટસ, પૈસા, માનપાન બધુ જ મળતું હોય તો પછી આ પ્રકારે હજારો લોકોની સેવામાં કેમ ન જોડાવું જોઈએ, એવું હું વિચારતો હતો અને તેથી જ મેં તેમાં સતત મહેનત ચાલું રાખી અને આજે હું સફળ થયો છું." ફોટોગ્રાફી અને સાહિત્ય વાંચનના શોખીન તુષાર સુમેરા આજે ખૂબ જ ખુશ છે અને તેમનો નેક્સ ટાર્ગેટ સોસિયલ સર્વિસ એકમાત્ર છે. અને આ સ્ટોરી સાંભળ્યા બાદ અંતે એક કવિતાની બે લાઇન યાદ આવે છે.

 

અસફલતા એક ચુનોતી હૈ ઇસે સ્વીકાર કરો,

ક્યાં કમી રાહ ગઈ દેખો ઔર સુધાર કરો;

જબ તક ન સફલ હો નીંદ ચેન કો ત્યાગો તુમ,

સંઘર્ષકા મૈદાન છોડકર મત ભાગો તુમ;

કુછ કિયે બીના હી જય જયકાર નહિ હોતી,

કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી…….



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે