Bhavnagar: મધ્યાહન ભોજનમાં બાળકોનું પીરસાતું હતું ભેળસેળ યુક્ત ભોજન, અક્ષયપાત્ર સંસ્થા 57 શાળાને સપ્લાય કરતી હતી ભોજન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-10-07 15:14:29

નકલી... નકલી... નકલી.... જ્યાં જુઓ ત્યાં નકલી જ નકલી જ... થોડા સમયથી નકલી શબ્દ ઘણી બધી વખત સાંભળવામાં આવ્યો હશે કારણ કે અંબાજીમાં અપાતો મોહનથાળ તપાસ દરમિયાન ફેઈલ ગયો હતો. મોહનથાળમાં નકલી ઘી વાપરવામાં આવતું હોવાનો ખુલાસો રિપોર્ટમાં કરાયો હતો. ત્યારથી આ વાત સતત ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે વધુ એક ફૂડ સેમ્પલ ફેલ ગયું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત 57 જેટલી શાળામાં બાળકોને અપાતા મધ્યાહ્ન ભોજનમાં વપરાતું ખાદ્યતેલ ફેલ ગયું છે. ભેળસેળ વાળું ભોજન અંદાજીત 22 હજાર જેટલા બાળકોને પીરસવામાં આવતું હતું. 

ખાદ્યતેલ ખાઇ રહ્યા હો તો જરૂર વાંચજો આ સમાચાર, તમને હાર્ટ એટેક અથવા કેન્સર  થઇ શકે છે | Gujarat News in Gujarati

મધ્યાહન ભોજન યોજનામાં ધો.1થી 5માં બાળક દીઠ રોજનો માત્ર ₹2.88નો ખર્ચ |  Gujarati News, News in Gujarati – ગુજરાત સમાચાર | નવગુજરાત સમય - NavGujarat  Samay

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવાયા હતા નમુના 

સરકારી શાળામાં બાળકોને બપોરનું ભોજન મળે તે માટે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવામાં આવી. બાળકોને સારૂં ભોજન મળે તે આ યોજનાનો ઉપદેશ્ય હતો. ત્યારે ભાવનગરની સરકારી શાળામાં અપાતું ભોજન ચર્ચામાં આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનમાં અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન આપવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગે ફૂડના સેમ્પલ લીધા હતા. 


ગુજરાતઃ મધ્યાહન ભોજન યોજના આજથી પુન: શરૂ

ભેળસેળ યુક્ત વાળુ ભોજન બાળકોને પીરસાય છે!

22 હજાર બાળકોને આ સંસ્થા દ્વારા ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આ નમૂના ફેઈલ ગયા છે. પોષણયુક્ત ભોજન બાળકોને મળે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ ભાવનગરની સરકારી શાળામાં ભેળસેળ યુક્ત ભોજન પીરસવામાં આવે છે. આ સંસ્થામાંથી મહાનગરપાલિકા સેફટી વિભાગ દ્વારા લેવામાં આવ્યા હતા. તેલના નમૂનાનો રિપોર્ટ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેને લઈ મેન્યુફેક્ચરિંગ કંપની અને અક્ષયપાત્ર સંસ્થાને મહાનગરપાલિકા વિભાગ દ્વારા દંડ કરવામાં આવ્યો છે. 



ભાવનગર મનપા દ્વારા કરાઈ આ કાર્યવાહી 

મહાનગરપાલિકા દ્વારા સમયાંતરે ફૂડ સેમ્પલ લેવામાં આવે છે. ખાદ્યતેલના ડબ્બાને સીઝ કરવામાં આવ્યા છે. રિપોર્ટ ફેઈલ જતા ભાવનગર અક્ષયપાત્ર સંસ્થા અને તેલ સપ્લાયર ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડને ભાવનગર મનપા દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. અંબાજા એક્સપોર્ટ લિમિટેડને 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે.  

ભાવનગર મનપાએ 6 દિવસમાં રૂ. 2.17 કરોડનો વેરો વસુલ્યો | Bhavnagar Municipal  Corporation in 6 days Rs 2 17 crores tax collected


કોરોના સમયે લેવાયા હતા સેમ્પલ અને રિપોર્ટ છેક હવે આવ્યો!

ભાવનગરમાં 57 જેટલી સ્કૂલોને આ અક્ષયપાત્ર સંસ્થા દ્વારા ભોજન સપ્લાય કરવામાં આવે છે. ત્યારે ખાદ્યતેલના નમૂના ફેઈલ થયા છે જેને લઈ બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. આ બાબતે અક્ષયપાત્ર સંસ્થાને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ નમૂના ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યા હતા. કોરોના સમયે શાળાઓ સંપૂર્ણ બંધ હતી. આ ખાદ્યતેલનો ઉપયોગ બાળકોના ભોજનમાં કરવામાં નથી આવ્યો તેવી વાત તેમણે કહી હતી.  મહત્વનું છે કે મનપા દ્વારા કોઈ દંડાત્મક પગલા લેવામાં આવશે કે પછી આ નજીવા દંડથી સંતોષ માને છે તે એક પ્રશ્ન છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી