Bhavnagar : આંગણવાડીમાં ભણતા બાળકોની આવી પરિસ્થિતિ જોઈ દયા આવી જશે! જર્જરિત દુકાનમાં ભણવા ભૂલકાઓ મજબૂર!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-08 13:50:31

શિક્ષા મેળવવી બાળકનો અધિકાર હોય છે. બાળક જો શિક્ષિત હશે તો  સમાજ શિક્ષિત બનશે અને દેશ ઉજ્જવળ બનશે. શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, કરોડો રુપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે. અનેક શહેરોમાં તો સારી શાળાની સુવિધાઓ હોય છે પરંતુ ગામડાઓની અનેક શાળાઓ એવી હોય છે જે જર્જરિત હાલતમાં હોય છે અથવા તો શાળા જ નથી હોતી. દુકાનમાં ભણવા માટે ભાવિ મજબૂર બન્યા છે. આવી ઘટના ભાવનગરથી સામે આવી છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ ઘણા વર્ષોથી દુકાનમાં ભણી રહ્યા છે. 

વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે પરંતુ...

પઢેગા ઈન્ડિયા તભી તો આગે બઢેગા ઈન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. બાળકો ભણવા માટે પ્રોત્સાહિત થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિવિધ યોજનાઓ લાવવામાં આવી રહી છે. બાળકો ભણવા માટે કદાચ પ્રોત્સાહિત પણ થતા હશે પરંતુ અનેક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં આંગણવાડીમાં ભણતા વિદ્યાર્થીઓ શાળામાં નહીં પરંતુ દુકાનમાં ભણતા હોય છે. શાળાની સુવિધા ન હોવાને કારણે ભાવનગરના શિવ નગર વિસ્તારમાં આવેલી 151 નંબરની આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓ જર્જરિત દુકાનમાં બેસી ભણવા મજબૂર બન્યા છે.

જર્જરિત દુકાનમાં બેસી ભૂલકાઓ અભ્યાસ કરવા મજબૂર!  

ગુજરાતને વિકસીત રાજ્ય કહેવામાં આવે છે પરંતુ આજે પણ અનેક એવા શહેરો છે જ્યાં પાયાની સુવિધાઓ નથી પહોંચી. કોઈ જગ્યા પર  વિદ્યાર્થીઓ છે પરંતુ શિક્ષકો નથી, જ્યાં શિક્ષકોને અને વિદ્યાર્થીઓ બંને છે ત્યાં શાળાઓ નથી... ભાવનગરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં નાના નાના ભૂલકાઓ દુકાનમાં બેસીને ભણવા મજબૂર બન્યા છે. જર્જરિત આંગણવાડીમાં બેસવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે. 


પૂર્વ શિક્ષણમંત્રીનું હોમ ટાઉન હોવા છતાંય..

મનપાને અનેક વખત આ અંગેની રજૂઆત કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. રજૂઆત કરવામાં આવી તો પણ કાર્યવાહી ન થતા તેનો વીડિયો વાયરલ વાલીઓએ જાતે કર્યો. ગુજરાતના પૂર્વ શિક્ષણ મંત્રીનું હોમ ટાઉન ભાવનગર હતું તેમ છતાંય દુકાનમાં ભણવા માટે દેશનું ભાવિ મજબૂર બન્યું છે. 


કરોડોની કરાય છે ફાળવણી પરંતુ નથી બદલાતી પરિસ્થિતિ!

મહત્વનું છે કે શિક્ષણ પાછળ સરકાર કરોડો ખર્ચે છે પરંતુ અનેક એવી શાળાઓ છે જે જર્જરિત હાલતમાં હોય છે. શાળામાં પ્રાથમિક સુવિધા નથી હોતી જેને કારણે વિદ્યાર્થીઓને ભોગવવાનો વારો આવે છે. શિક્ષણ પાછળ સરકાર એટલો બધો ખર્ચ કરે છે તો શા માટે બાળકોના જીવ જોખમમાં મૂકીને આવી જર્જરીત આંગણવાડી અને દુકાનમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે તે સૌથી મોટો પ્રશ્ન છે?



રાજકોટના ભોજપરા વિસ્તારમાં ચંદ્રમૌલેશ્વર મંદિરમાં ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના 47 વર્ષિય વ્યક્તિએ જાતે છરી વડે પોતાનું ગળુ કાપીને કમળપૂજા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેને સૌથી પહેલા ગોંડલ અને પછી રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો

આજે બનાસકાંઠાના વાવ વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણી મતદાન ચાલી રહ્યું છે... ગેનીબેન ઠાકોરે, ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે...

કડીના બોરીસણા ગામમાં હેલ્થ કેમ્પ યોજ્યો હતો અને પરિવારજનનની જાણ કર્યા વગર દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી તેવી વાત પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે..

વાવ બેઠક માટે પ્રચારનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે.. ત્યારે પ્રચાર દરમિયાન સી.જે.ચાવડાને ગેનીબેન ઠાકોર મળ્યા હતા અને તેમને ગુલાબ આપ્યું હતું...