ભાવનગર ડમીકાંડ મામલે વધુ એક આરોપીની ધરપકડ, FIRનાં 36 પૈકી 23 અને અન્ય 24 મળી કુલ 47 આરોપી ઝડપાયા


  • Published By :
  • Published Date : 2023-05-18 11:46:12

ભાવનગર જિલ્લામાં છેલ્લા 11 વર્ષથી ચાલતા ડમીકાંડ કૌભાંડનો પર્દાફાશ થયા બાદ રોજ નવા સમાચારો આવતા રહે છે. ભાવનગર ડમીકાંડ મામલે પોલીસ સપાટો બોલાવી રહી છે. ભાવનગર SOGએ વધુ એક આરોપીની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ભાવનગર ડમીકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં કુલ 47 આરોપીઓની ધરપકડ કરી છે. 


22 વર્ષીય યુવકની ધરપકડ


ભાવનગર પોલીસે તળાજા તાલુકાના સથરા ગામના 22વર્ષીય યુવકની ધરપકડ કરી છે. આરોપી નિલેષભાઇ ઘનશ્યામભાઇ જાનીને આજે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ માંગવામાં આવશે. નિલેષ જાનીની પૂછપરછમાં ઘણા ખુલાસાઓ થઈ શકે છે. બે દિવસ અગાઉ પણ ડમીકાડમાં પોલીસે બે શખ્સોને ઝડપી લીધા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે 36 લોકો સામે FIR થયેલ છે, તેમાંથી 23 ઝડપાયા છે, જ્યારે 24 લોકોની પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.


પોલીસ અગાઉ બે આરોપીની કરી હતી ધરપકડ

 

પોલીસે બે દિવસ અગાઉ બે આરોપીને ઝડપી પાડ્યા હતા, જેમાંથી એક ગ્રામ્ય ડાક સેવક તરીકે નોકરી કરે છે. પોલીસે સાગર બાલાશંકર પડ્યા (ઉં.વ 12, રહે. ટીમાણા) અને પંકજ પ્રેમજીભાઈ ધોરીયા (ઉં.વ 23 રહે.ખીતાલા)ને ઝડપી પાડ્યા હતા. જેમાં સાગર તલગાજરડામાં ગ્રામ્ય ડાક સેવક તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું હતું. ડમીકાંડ મામલે પોલીસ તપાસમાં મોટો ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મોટા ભાગના ડમી ઉમેદવારો કોચિંગ ક્લાસ સાથે જોડાયેલા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે