Bhavnagar : પોલીસ મફતમાં સામાન લઈ જાય! રોષે ભરાયેલા લોકો જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યા ત્યારે... જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-11-18 15:20:41

પોલીસની દાદાગીરીના વીડિયો અનેક વખત તમે જોયા હશે. પોલીસની કામગીરી પર પણ અનેક વખત પ્રશ્નો ઉઠે છે ત્યારે આજે એવો કિસ્સો તમને જણાવો છે જ્યાં પોલીસ દ્વારા વેપારી સાથે ખરાબ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે. આ વાક્ય વાંચ્યા પછી તમે કહેશો આ તકલીફ રોજની છે. ત્યારે ભાવનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પોલીસ મફતની વસ્તુઓ વેપારીઓ પાસેથી લૂંટીને લઈ જાય છે! એક એવો વીડિયો ભાવનગરના સિહોરથી એક ઘટના, એક વીડિયો સામે આવ્યો છે જેમાં વેપારી સાથે ઉદ્ધડ રીતે વ્યવહાર કરવામાં આવ્યો છે.  

લોકો પર પોલીસે કરી દાદાગીરી

ભાવનગરના સિહોરથી એક ઘટના સામે આવી છે જેમાં પોલીસ પર અનેક સવાલો ઉભા થાય છે. થોડા સમય પહેલા અમારા સુધી એક વીડિયો પહોંચ્યો હતો જેમાં પોલીસ દ્વારા અમુક લોકો સામે દાદાગીરી અને ઉદ્ધડ વ્યવહાર કરવામાં આવ્યો હતો જેને લઈને સિહોરની જનતામાં ભારે રોષ છે. પોલીસ સામે સવાલ ઉઠ્યો છે. પોલીસ દ્વારા મફતમાં દુકાનદારો પાસે લૂંટફાટ મચાવવામાં આવે છે તેવી ફરિયાદો કરવામાં આવી હતી ત્યારે  સિહોરની જનતા સિહોર પોલીસ સ્ટેશન ખાતે ભેગી થઈ હતી. 


મફતમાં પોલીસ લઈ જાય છે વેપારીઓનો સામાન!    

પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનું છે જે વિડિયો વાયરલ થયો હતો જેમાં ટાણા રોડ પર આવેલી ભવાની દુકાન પરથી પોલીસ અવારનવાર મફતમાં ચીજ વસ્તુઓ લઈ રહી છે જેને લઈને વેપારીઓનું કહેવું છે કે રોજનું લાવીને રોજ ખાતા હોય છે અને પરિવારનો ગુજરાન ચલાવતા હોય છે તેવામાં પોલીસ દ્વારા મફતમાં લૂંટફાટ મચાવવામાં આવે છે જેના કારણે ધંધો કરવો પણ મુશ્કેલ બન્યો છે. જ્યારે તે દુકાનદારોએ આવું કહ્યું ત્યારે પોલીસનો ઇગો હટ થઈ ગયો અને પછી તે દુકાનો બંધ કરવા ગયા અને ત્યાંના લોકોને માર મારવા લાગ્યા



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.