India-Pakistan મેચને લઈ ભડક્યા Bhavnagarના યુવરાજ જયવીરરાજસિંહ, સાંભળો શહીદોને યાદ કરતા તેમણે શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-10-14 13:16:32

ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે અમદાવાદમાં મેચ યોજાવાની છે. મેચને લઈ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફેન્સની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે ટ્વિટર પર બોયકોટ Ind-Pak મેચ ટ્રેન્ડ થઈ રહ્યો છે. ત્યારે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે આ મેચને લઈ વિરોધ દર્શાવ્યો છે. મેચનો વિરોધ કરતા ભાવનગરના યુવરાજે કહ્યું કે, હું મારા સાથી દેશના પુરુષો અને સ્ત્રીઓના દંભને સમજી શકતો નથી. જેઓ તેમની અનુકૂળતા મુજબ રાષ્ટ્રવાદની ધૂન પર નાચે છે અને ભૂમિના શહીદો, તેમજ તેમના બલિદાનને ખૂબ જ સરળતાથી ભૂલી જાય છે.

પાકિસ્તાની ટીમના સ્વાગતનો કર્યો હતો વિરોધ  

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે વર્લ્ડ કપની મેચ યોજાવાની છે. થોડા કલાકો બાદ બંને ટીમો ક્રિકેટના મેદાનમાં એકબીજાને ફેસ કરતી હશે. મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ અનેક હસ્તીઓ, એવા લોકો એવા પણ છે જે આ મેચનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાની ટીમ જ્યારે અમદાવાદ આવી ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તે વખતે પણ અનેક લોકોએ આનો વિરોધ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા અનેક વખત હુમલો કરવામાં આવે છે જેને કારણે અનેક જવાનો શહીદ થાય છે. પાકિસ્તાની ટીમનું સ્વાગત ન થવું જોઈએ તેવો વિરોધ કરવામાં આવ્યો છે. 



ભાવનગરના યુવરાજે મેચનો કર્યો વિરોધ 

ત્યારે મેચને લઈ ભાવનગરના યુવરાજસિંહે નિવેદન આપ્યું છે. આ મેચનો તેમણે વિરોધ કર્યો છે. પોતાના અભિપ્રાય આપતા યુવરાજે કહ્યું કે, દુશ્મન દેશ સાથે મનોરંજન માટે આવી મેચ યોજાવી ન જોઈએ. ખરેખર તો પાકિસ્તાનીઓને આપણી માતૃભૂમિમાં પ્રવેશવાની મનાઈ હોવી જોઈએ. BCCI દ્વારા મેચ યોજાઇ રહી છે ત્યારે શહીદોના પરિવારોને તેમના દ્વારા કયા મોઢે જવાબ આપી શકાશે?  

આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કર્યો હતો વિરોધ 

યુવરાજ ઉપરાંત કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયક દ્વારા પણ આ મેચનો વિરોધ કરવામાં આવ્યો છે. એવો મેસેજ સામે આવ્યો છે જેમાં તેમણે લખ્યું છે કે તમારી ક્રિકેટ ટીમને ઘરે બેસીને પણ ચિયર્શ અપ કરી શકો છો. આપણા ગ્રાઉન્ડ પર મેચ નાં જોવાથી દુનિયા આખામાં મેસેજ જશે કે આપણા દેશ અને સૈનિકોની સુરક્ષા અને સાર્વભૌમત્વનાં બાબતે આપણે ગંભીર છીએ કે નહી? ત્યાં બોર્ડર પર દેશ નાં જવાનો વ્યક્તિગત દુશ્મની નિભાવવા ખડે પગે નથી ઉભા પણ તમારાં આત્મસન્માન અને સુરક્ષા માટે બલિદાન આપવા ઉભા રહે છે. તે ઉપરાંત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ આનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મેચ યોજાશે તો મેદાનની પીચ ખોદી નાખીશું.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે