ડમી ઉમેદવાર કાંડ મામલે ભાવનગર SOGએ યુવરાજસિંહને ફટકાર્યું સમન્સ, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-04-18 20:38:46

ડમી રાઇટર કાંડ મામલે ભાવનગર પોલીસે મોટી કાર્યવાહી કરતા યુવરાજ સિંહને સમન્સ પાઠવ્યું છે. ભાવનગર SOGએ યુવરાજસિંહને આવતીકાલે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યું છે. યુવરાજસિંહને પોલીસ સમક્ષ હાજર થવું પડશે, તેમજ ભાવનગર પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવું પડશે. ડમી રાઇટર કાંડમાં યુવરાજસિંહ પર નાણાકીય વ્યવહાર કરવાનો આક્ષેપ છે. આ કેસમાં કોણે-કોણે નાણાકીય વ્યવહાર કર્યા છે તેની હાલ તપાસ ચાલી રહી છે.  


યુવરાજસિંહને સમન્સ શા માટે?

 

ડમી રાઇટર કાંડ મામલે બિપિન ત્રિવેદીની એક વ્યક્તિએ એક વીડિયો વાયરલ કરી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં તેણે જણાવ્યું હતું કે, ડમી કાંડમાં નામ છુપાવવા માટે યુવરાજસિંહે મોટી રકમ લીધી છે. આ ડીલ અંગે બિપિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, 55 લાખમાં આ ડીલ થઈ હતી. આ પેમેન્ટ જુદા-જુદા ત્રણ તબક્કામાં થયું હતું. યુવરાજસિંહના બે સાળા પણ આ ડીલમાં સામેલ હતા. શિવુભા, કાનભા નામના યુવરાજસિંહના 2 સાળા આ ડીલમાં સામેલ હતા.' આ 55 લાખ રૂપિયાની ડીલમાં 30 લાખ, 20 લાખ અને 5 લાખ રૂપિયા ત્રણ હપ્તામાં આપવામાં આવ્યા હતા.


ભાવનગર પોલીસની SITએ આરંભી તપાસ


ડમી કાંડમાં તપાસનો રેલો ભાવનગર પહોંચતા ભાવનગર પોલીસે સમગ્ર ડમી કાંડની તપાસ માટે  SITની રચના કરી હતી. અલગ અલગ દિશાઓમાં કામ કરી રહી છે. અગાઉ પકડાયેલા ચાર આરોપીઓ બાદ વધુ બે આરોપીઓને રિમાન્ડ પર મોકલાયા છે. કરાઈમાં PSIની તાલીમ લેતા સંજય પંડ્યા અને અક્ષર બારૈયાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે ડમી કાંડ મામલે પોલીસે 36 આરોપી સામે FIR નોંધી છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે