Bhupat Bhayani ભાજપમાં જઈ થશે પવિત્ર! આ તારીખે C.R.Patil અને મુખ્યમંત્રીની હાજરીમાં કરશે કેસરિયો ધારણ


  • Published By :
  • Published Date : 2024-01-17 15:43:36

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો શરૂ થયો છે. કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના નેતાઓ પાર્ટીને છોડી રહ્યા છે. ગઈકાલે જ કોંગ્રેસના 2 હજાર જેટલા કાર્યકર્તાઓ, નેતાઓએ સી.આર.પાટીલ તેમજ મુખ્યમંત્રીની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો હતો. રાજકોટ કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ જોવા મળ્યું હતું. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું. આમ આદમી પાર્ટી સાથેનો છેડો પણ ફાડી દીધો હતો ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3જી ફ્રેબ્રુઆરીએ ભૂપત ભાયાણી કેસરિયો ધારણ કરવાના છે. 

ભાજપમાં જોડાવની વાત અફવા છે: ભૂપત ભયાણી | Bhupat Bhaani termed the talk of  joining BJP as a rumour

3જી ફ્રેબુઆરીએ ભૂપત ભાયાણી જોડાશે ભાજપમાં 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ. તેમાં ભાજપે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. 182માંથી 156 સીટ બીજેપીના ફાળે ગઈ છે. 156 મેળવ્યા બાદ પણ જાણે ભાજપને શાંતી નથી તેવું માનવામાં આવી રહ્યું છે! બે ધારાસભ્યએ તો પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું જે બાદ એવું માનવામાં આવતું હતું કે ગમે ત્યારે બંને પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે. ગઈકાલે અનેક કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા ત્યારે લાગતું હતું કે ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે. પરંતુ તેવું ન થયું. ત્યારે એવી માહિતી સામે આવી છે કે 3 ફ્રેબુઆરીએ તે ભાજપમાં જોડાવાના છે. ભૂપત ભાયાણી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી.આર.પાટીલની હાજરીમાં તેઓ કેસરિયો ધારણ કરવાના છે. 


અપક્ષના ધારાસભ્ય પણ ગમે ત્યારે આપી શકે છે રાજીનામું 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ સીટો હાંસલ કરી હતી. આપે તે પાંચેય ધારાસભ્યને પાંડવ ગણાવ્યા હતા ત્યારે પાંચમાંથી એક ધારાસભ્યએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. એવી વાતો ચાલી રહી હતી કે તે ગમે ત્યારે ભાજપમાં તે જોડાઈ શકે છે. ત્યારે 3જી ફ્રેબુઆરીએ તે ભાજપના થવાના છે. ભૂપત ભાયાણીએ આ અંગે જણાવ્યું છે કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. 3 ફેબ્રુઆરીએ જંગી સભાનું વિસાવદર ખાતે આયોજન કરાયું છે. મારી સાથે 2 હજાર જેટલા કાર્યકરો પણ ભાજપમાં જોડાશે. એવી પણ અટકળો ચાલી રહી છે કે અપક્ષના ત્રણ ધારાસભ્યો પણ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી શકે છે. ત્યારે જોવું રહ્યું કે કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ક્યારે ભાજપમાં જોડાવાના છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.