CM ભૂપેન્દ્ર પટેલે બિપોરજોય વાવાઝોડાથી બચવા લોકોને કરી આ અપીલ


  • Published By :
  • Published Date : 2023-06-13 21:05:32

'બિપોરજોય' વાવાઝોડા રૂપી હોનારતનો સામનો કરવા માટે રાજ્ય અને કેન્દ્રનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ વાવાઝોડાથી જાનમાલના રક્ષણ માટે આગોતરા પગલા ભરી રહ્યા છે. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં 'બિપોરજોય' વાવાઝોડાની સંભવિત કુદરતી આફતને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે.


શું કહ્યું CM ભૂપેન્દ્ર પટેલે?


મુખ્યમંત્રીએ બિપોરજોય વાવાઝોડાની આ સંભવિત વિપત્તીને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. CM પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપીલમાં જણાવ્યું કે, ઝીરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. આ સાથે જ મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશિકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તીવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નીકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જૂના જર્જરિત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ.આ સાથે સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે.સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે. આવા સમયે રાજ્ય સરકાર દિવસ-રાત સૌની સલામતી માટે સેવારત છે.



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.