કાર્યકર્તાઓ તેમજ ધારાસભ્ય સાથે દરિયાપુરમાં ભૂપેન્દ્ર પટેલે ચગાવી પતંગ


  • Published By :
  • Published Date : 2023-01-14 13:17:44

ઉત્તરાયણ પર્વની ઉજવણી ધૂમધામથી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી લોકો ધાબા પર ચઢી પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ઉત્તરાયણની મજા માણી હતી. દરિયાપુર ખાતે તેમણે પતંગ ચગાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી. ભાજપના કાર્યકર્તાઓ અને દરિયાપુરના ધારાસભ્ય પણ તેમની સાથે હાજર હતા. કૌશિક જૈને  ફિરકી પકડી હતી. 

અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી આરતી  

દર વર્ષે ઉત્તરાયણની ઉજવણી કરવા અમિત શાહ ગુજરાત આવતા હોય છે. આ વર્ષે પણ તેઓ ગુજરાત આવ્યા છે. જગન્નાથ મંદિરમાં તેઓ વિશેષ આસ્થા રાખે છે. જગન્નાથ મંદિરમાં તેમણે આરતી કરી હતી. દર્શન કર્યા બાદ તેમણે ગાયની પૂજા કરી હતી. અમિત શાહનું સ્વાગત ઢોલ-નગારા સાથે કર્યું હતું.      




ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.

અમિત શાહે ગાંધીનગરથી ભારત ટેક્સીનું ગુજરાતમાં લોન્ચિંગ કર્યું. ‘સારથી જ માલિક’ મોડેલથી ડ્રાઈવરોને ઝીરો કમિશન, માલિકી અને સામાજિક સુરક્ષાનો લાભ મળશે.

ચૈતર વસાવાને સાત વર્ષની સજા બાદ ગુજરાતભરમાં AAPની સપોર્ટ માર્ચ યોજાઈ. જાણો અમદાવાદ, સુરત, જૂનાગઢ સહિતની રેલી અને આગળના કાર્યક્રમો.

અયોધ્યા રામ મંદિરના ચઢાવામાં કથિત ચોરી અને ગેરરીતિના કેસમાં પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. SITના રિપોર્ટ બાદ નોંધાયેલી FIR, ₹80 લાખની વસૂલાત, ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં તથા સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા કેસની સંપૂર્ણ વિગતો વાંચો.