અરવલ્લીના ધોલવાણી ગામમાં 35 વર્ષીય ભુવાજી સાગર દેસાઇનું હાર્ટ એટેકથી મોત, પરિવાર શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-10-11 15:19:37

રાજ્યમાં કોરોના કાળ બાદ હાર્ટ એટેકના કેસમાં જબદસ્ત ઉછાળો આવ્યો છે, લગભગ દરરોજ હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે. તેમાં પણ નાની વયના કિશોરો અને યુવાનો પણ હાર્ટ એટેકનો ભોગ બની રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં ભુવાજી તરીકે જાણીતા 35 વર્ષીય સાગર દેસાઇનું હૃદય રોગનો હુમલો થવાની મોત નીપજ્યું છે. મળતી જાણકારી મુજબ અરવલ્લીના મોડાસાના ધોલવાણી ગામનો 35 વર્ષીય સાગર દેસાઈ ભુવાજી તરીકે પણ જાણીતા હતા. તેઓ ઘરે હતા ત્યારે તેમને સ્વાસ્થ્ય સારુ ન હોવાનું જણાયું હતું એક વખત તો તેઓ ઢળી પડ્યા હતા. બાદમાં તાત્કાલિક  તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જો કે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. ભુવાજી તરીકે જાણીતા સાગર દેસાઈના અચાનક મોતથી તેમના પરિવાર અને રબારી સમાજમાં શોકનો માહોલ છવાયો હતો. ભુવાજીના પાર્થિવ દેહનો તેમના વતનના ગામ ધોલવાણીમાં અગ્નિ સંસ્કાર કરવામાં આવશે.


સરકારે જાહેર કરી ગાઈડલાઈન


ઉલ્લેખનિય છે કે જે રીતે હાર્ટ એેટેકના કિસ્સા વધી રહ્યા છે તેનાથી સરકાર પણ ચિંતિંત છે. સરકારે નવરાત્રિમાં ખૈલૈયાઓનું સુરક્ષા માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે.  રાજ્યમાં વધતા જતા હાર્ટએટેકનાં કિસ્સાને ધ્યાને રાખી આરોગ્ય વિભાગ દ્વારા રીવાઈઝ ગાઈડલાઈનન બહાર પાડવામાં આવી છે. રાજ્યમાં હાર્ટએટેકનાં વધતા જતા કિસ્સાઓને લઈ આરોગ્ય વિભાગે ગરબા આયોજકોએ ગરબાના સ્થળે એમ્બ્યુલન્સ તથા તબીબ સુવિધા સ્ટેન્ડ બાય રાખવાની સુચના આપી છે. ગરબા આયોજકો દ્વારા આરોગ્ય વિભાગને વિનામૂલ્યે સ્ટોલ ફાળવવાનો રહેશે. તેમજ ગરબા સ્થળે ગ્રીન કોરીડોરની વ્યવસ્થા રાખવા પણ સૂચના આપવામાં આવી છે. તેમજ ગરબા આયોજકોએ કરેલી વ્યવસ્થાની આરોગ્ય વિભાગે જાણ કરવી પડશે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે