Congressનો મોટો આરોપ, કલોલ તાલુકા પંચાયત સુધી કોંગ્રેસના સભ્યો ન પહોંચી શકે તે માટે પોલીસનો કરાયો દુરૂપયોગ, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-09-13 12:28:41

ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રનો પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના પ્રવાસે રાષ્ટ્રપતિ આવ્યા છે. ઈ- વિધાનસભાનો પ્રારંભ રાષ્ટ્રપતિના હસ્તે થયો છે. એક તરફ રાષ્ટ્રપતિ E-વિધાનસભાનું લોકાર્પણ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષના નેતાઓ લોકશાહીની હત્યા કરાઈ રહી હોવાનો આરોપ લગાવી રહ્યા છે, તેનું કારણ છે ગાંધીનગરના કલોલમાં બનેલી એક ઘટના જેમાં કોંગ્રેસના નેતાઓને પોલિસે ઉઠાવી લીધા હતા, તેનું કારણ હતું આજે તાલુકા પંચાયતની બેઠક હતી. જે બેઠકમાં ભાગ લેવા કોંગ્રેસના પદાધિકારીઓ જઈ રહ્યા હતા તેમાં પદાધિકારીઓની ઘોષણા થવાની હતી અને બહુમતી કોંગ્રેસ પાસે હતી, એટલે કઈક નવાજુની થવાના એંધાણ પહેલાથી જ વર્તાઈ ગયા હતા, અને કાલ રાતથી ઉથલપાથલ થવાની શરૂઆત થઇ હતી.

  

શક્તિસિંહ ગોહિલે આપી પ્રતિક્રિયા

ગાંધીનગરના ત્રણ તાલુકા પંચાયત કલોલ, માણસા અને દેહગામને નવા પ્રમુખ મળવાના હતા,જેમાં કલોલ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે- તેમની બહુમતી ત્યાં છે. 15 સભ્યો કોંગ્રેસના અને 11 સભ્યો ભાજપમાંથી ચૂંટાયા હતા- આમ વધારે બહુમતીના કારણે ત્યાં કોંગ્રેસનું પલળું ભારે હતું, પણ આજે પ્રમુખ ઘોષિત થાય તે પહેલા પોલીસે કોંગ્રેસના સભ્યોની અટકાયત કરી હતી અને કોંગ્રેસના શબ્દોમાં કહીયે તો અપહરણ કરી લીધું છે. આવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે.  આ બાબતે શક્તિસિંહ ગોહિલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કર્યો છે જેની પર લખ્યું છે કે આ કાલ રાતથી કોંગ્રેસ સભ્યોને આવી રીતે હેરાન કરાઈ રહ્યા છે અને ભૂપેન્દ્ર પટેલ આ હરકત નહિ રોકે તો રાષ્ટ્રપતિને જાણ કરીશું.



પોલીસ તરફથી નથી આવી પ્રતિક્રિયા 

અમિત ચાવડાએ આ ઘટનામાં લોકશાહી બચાવવા ચર્ચા કરવા રાષ્ટ્રપતિને પત્ર પણ લખી દીધો છે. શું કામ કોંગ્રેસના સભ્યોને આવી રીતે રોકવામાં આવ્યા તેની જાણકારી પોલીસ તરફથી આવી નથી. આગળ શું થશે આજે કલોલને નવા પ્રમુખ મળશે? , ગુનેહગારો વિરુદ્ધ પગલાં લેવાશે?, શું રાષ્ટ્રપતિ વિપક્ષના નેતાને મળશે? આ તમામ સવાલોના જવાબની સમય જતા જાણ થઇ જશે?



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે