લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને મોટો ઝટકો, પંજાબમાં AAP અને કોંગ્રેસ વચ્ચે નહીં થાય ગઠબંધન


  • Published By : Utpal Dave
  • Published Date : 2024-02-08 15:10:02

લોકસભા ચૂંટણી પહેલા 'INDIA' બ્લોકને વધુ એક મોટો ફટકો પડ્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાનો ઈન્કાર કરી દીધો છે. આમ આદમી પાર્ટીના પંજાબ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાની જાહેરાત કરી છે.


પંજાબમાં AAP એકલા હાથે લડશે


સંદીપ પાઠકે આજ તક પર સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે સીટ શેરિંગ કમિટીએ પંજાબમાં ગઠબંધન નહીં કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે 13 લોકસભા સીટો ધરાવતા પંજાબમાં ભગવંત માનના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને કોંગ્રેસ ત્યાં તેમની સાથે ગઠબંધન કરવા માંગતી હતી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન ન થવાના સમાચારો વચ્ચે , ઈન્ડિયા ટુડે - સી વોટરનો ઓફ ધ નેશન સર્વે પણ થયો છે જેમાં બંને પક્ષોને સમાન સંખ્યામાં બેઠકો મળતી દેખાઈ રહી છે.


ઈન્ડિયા ટુડે-સી વોટરનો સર્વે શું કહે છે?


પંજાબમાં લોકસભાની 13 બેઠકો છે. જો આજે અહીં ચૂંટણી યોજાઈ હોત તો આમ આદમી પાર્ટીનો વોટ શેર વધીને 27.2 ટકા પર પહોંચી ગયો છે. જ્યારે AAPને છેલ્લી ચૂંટણીમાં એક બેઠક મળી હતી, તે વધીને પાંચ બેઠકો થઈ છે. જ્યારે કોંગ્રેસને 37.6 ટકા, ભાજપને 16.9 ટકા, અકાલી દળને 14.4 ટકા અને અન્યને 3.9 ટકા વોટ શેર મળ્યા છે. સીટોની દ્રષ્ટિએ જોઈએ તો કોંગ્રેસને પાંચ સીટ, ભાજપને બે સીટ અને અન્યને એક સીટ મળી શકે છે. પંજાબમાં છેલ્લી લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર એક સીટ મળી હતી. તે સિવાય કોંગ્રેસને 8 બેઠકો મળી હતી. આ વખતે તે ઘટીને 5 બેઠકો રહેવાનો અંદાજ છે, જ્યારે અકાલી દળને બે બેઠકો મળી હતી, જે એક પર પહોંચી રહી છે. તે જ સમયે, ભાજપ તેની બંને બેઠકો બચાવી રહ્યું છે.પંજાબ તેમજ હરિયાણાના ખેડૂતો દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. બે દિવસ માટે ખેડૂતોએ કૂચને રોકી દીધી હતી ત્યારે આજે ફરીથી ખેડૂતો દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. પોલીસ તેમજ ખેડૂતો વચ્ચે આજે ઘર્ષણ થઈ શકે છે.

રેડિયોની દુનિયામાં અવાજના જાદુગર તરીકે જાણીતા અમીન સાયાનીનું નિધન હાર્ટ એટેકને કારણે થયું છે. તેમના પુત્ર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આવતી કાલે તેમના અંતિમ સંસ્કાર થશે તેવી માહિતી સામે આવી છે.

એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે જેમાં પોલીસ કર્મી નશાની હાલતમાં જોવા મળે છે. એક વીડિયો વાયરલ થયો છે જેમાં પોલીસકર્મી ગાડીની આગળની સિટ પર ઉંઘી રહ્યા છે અને તે નશાની હાલતમાં છે. અને પાછળની સીટ પરથી દારૂની બોટલ મૂકેલી દેખાય છે.

શિયાળાની શરૂઆતમાં કમોસમી વરસાદ આવ્યો હતો જેને કારણે ઠંડીનો અહેસાસ ધીરે ધીરે થયો હતો. કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો. ત્યારે ઠંડી જ્યારે વિદાય લઈ રહી છે ત્યારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ આવ્યો છે. માવઠાને કારણે જગતના તાતની ચિંતા વધી છે.