Big Breaking : Dediyapadaના ધારાસભ્ય Chaitar Vasava પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા પહોંચ્યા કાર્યાલય, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-14 12:28:30

ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈ સવારથી ચર્ચા ચાલી રહી હતી કે આજે પોલીસ સમક્ષ ચૈતર વસાવા સરેન્ડર કરવાના છે. સમાચાર સામે આવ્યા ત્યારે એક સંભાવના એવી પણ હતી કે પોલીસ સમક્ષ તે હાજર નહીં થાય પરંતુ થોડા સમય પહેલા જ ફરાર થયેલા ચૈતર વસાવા પોતાના કાર્યાલય પહોંચ્યા છે. આજે તે પોલીસ સમક્ષ હાજર થવાના છે. વન કર્મીને માર મારવા બદલ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી ત્યારથી તે ફરાર હતા. પરંતુ આજે તે સરેન્ડ કરવા માટે લોકો વચ્ચે આવ્યા છે.


ચૈતર વસાવા પહોંચ્યા કાર્યાલય!

પોલીસ સ્ટેશન જાય તે પહેલા તે પોતાના કાર્યાલય પહોંચ્યા છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે તેમના જીંદાબાદના નારા લાગી રહ્યા છે. પોલીસ સમક્ષ આદિવાસી નેતા ચૈતર વસાવા સરેન્ડ કરવાના છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો કાર્યાલય ખાતે પહોંચ્યા છે. પોલીસ સમક્ષ હાજર થાય તે પહેલા તેમણે એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા, યુવરાજસિંહ સહિતના આપના નેતાઓ ત્યાં હાજર છે. 


સ્ટોરી અપડેટ થઈ રહી છે... 



ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતા વધી ગઈ છે. પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને નુકસાનીનો સર્વે કરવામાં આવે તે માટે પત્ર લખ્યો છે.

જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં તેમણે ગોકળગાયની ગતિએ ચાલતા નરસિંહ મહેતા તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે વાત કરી હતી.. પત્રમાં તેમણે જણાવ્યું કે જો એક મહિનાની અંદર જો આ કામગીરી પૂર્ણ નહીં થાય તો પરિસ્થિતિ ગત વર્ષ જેવી થશે..મુખ્યમંત્રી દ્વારા એક્શન લેવામાં આવે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે.

ચારધામના દ્વાર ખુલતા જ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ત્યાં આવી પહોંચ્યા છે જેને કારણે વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે... અનેક લોકો મોબાઈલમાં રિલ બનાવતા હોય છે જેને કારણે ભીડ જામી જતી હોય છે. ત્યારે વ્યવસ્થા ના ખોરવાય તે માટે પ્રશાસન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કમોસમી વરસાદના રાઉન્ડ બાદ તાપમાનનો પારો સતત વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગુરૂવારે અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે.. વરસાદની આગાહીને પગલે અનેક જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રી પહોંચવાની શક્યતાઓ છે.. અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી નોંધાયું હતું..