બિગ બ્રેકિંગ: ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા તમામ 41 શ્રમિકોનું રેસ્ક્યુ, 17 દિવસની મહેનત બાદ ઓપરેશન સફળ


  • Published By :
  • Published Date : 2023-11-28 21:47:32

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવામાં લાગેલી રેસ્ક્યુ ટીમને આજે 17માં દિવસ બાદ આજે મોટી સફળતા મળી છે. ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા છે. 400 કલાક પછી, મંગળવારે રાત્રે લગભગ 7.30 વાગ્યે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. સીએમ પુષ્કર સિંહ ધામીએ ટનલમાંથી બહાર આવેલા પહેલા મજૂરના હાલચાલ પૂછ્યા હતા. આ પહેલા સીએમ પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સિલ્ક્યારા ટનલમાં ચાલી રહેલા બચાવ અભિયાનમાં મોટી સફળતા મળી છે. કાટમાળની આજુબાજુ પાઈપ પુશ કરવાની કામગીરી કરવામાં આવી છે. હવે કામદારોને સુરક્ષિત બહાર કાઢવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.




                                                                                                                                                                                                                                                                                                        

NDRFની ટીમે પાર પાડ્યું મિશન


ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં,  સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે બચાવ ટુકડીઓએ સુરંગની ઉપરથી રૉટ હોલ માઇનિંગ અને વર્ટિકલ ડ્રિલિંગ કર્યું હતું. ત્યાર બાદ પાઇપ વડે કામદારોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. 400થી વધુ કલાક સુધી દેશી-વિદેશી મશીનો અને એક્સપર્ટે મુશ્કેલીઓ અને પડકારોને ભરેલા મિશનમાં દરેક વિઘ્નોને પાર કરતા મજૂરોને ધીમે-ધીમે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 800 મિમી વ્યાસની પાઈપ પણ નાખવામાં આવી છે. NDRFની ટીમ પાઈપની મદદથી મજૂરો સુધી પહોંચી ગઈ છે. આ ટીમ મજૂરોને પાઈપની મદદથી બહાર કાઢવામાં આવી રહ્યાં છે. મજૂરોને બહાર કાઢ્યા બાદ તેમણે શ્રમિકોને હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યાં છે.                                                                                                                         

41 મજૂરોના સફળ રેસ્ક્યુ પર PMનું ટ્વીટ


ઉત્તરકાશીની ટનલમાંથી 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કર્યું હતું. ટ્વીટ કરતા મોદીએ કહ્યું કે અમારા શ્રમિક ભાઈઓના રેસ્ક્યુ ઓપરેશનની સફળતા દરેકને ભાવુક કરી દેશે. સુરંગમાં ફસાયેલા સાથીઓને હું કહેવા માંગુ છું કે તમારી હિંમત અને ધૈર્ય દરેકને પ્રેરણા આપી રહી છે. હું તમારા બધાના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરું છું.

રાહત અને આનંદની લાગણી: રાષ્ટ્રપતિ


રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ અવસર પર ટ્વીટ કર્યું અને લખ્યું કે ઉત્તરાખંડમાં એક સુરંગમાં ફસાયેલા તમામ કામદારોને બચાવી લેવામાં આવ્યા છે તે જાણીને હું રાહત અને આનંદ અનુભવું છું. બચાવ પ્રયાસમાં અવરોધોનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે કામદારોને 17 દિવસથી વધુ સમય સુધી તકલીફ પડી હતી તે માનવ સહનશક્તિનો પુરાવો છે. હું  રેસ્ક્યુ ટીમો અને તમામ નિષ્ણાતોને અભિનંદન આપું છું જેમણે ઇતિહાસમાં સૌથી મુશ્કેલ બચાવ કામગીરીમાંની એકને પૂર્ણ કરવા માટે અતુલ્ય ધીરજ અને નિશ્ચય સાથે કામ કર્યું છે.

'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજી ઉઠ્યો હતો


સાંજે 7.05 કલાકે, દેશને સારા સમાચાર મળ્યા હતા. આ સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોના બચાવ અભિયાનમાં લાગેલી ટીમો રેસ્ક્યુ પાઈપમાં પ્રવેશી ગઈ હતી. બાદમાં બચાવકર્મીઓએ ઝડપથી એક પછી એક તમામ કામદારોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. આ રીતે 17 દિવસની અથાક મહેનતનો અંત આવ્યો હતો. 41 લોકોના જીવ બચાવવા માટે જાણે સમગ્ર દેશ આ બચાવ અભિયાનમાં જોડાયો હતો. કામદારો બહાર આવતાની સાથે જ સુરંગની બહાર લાગણીઓનું ઘોડાપૂર આવ્યું હતું. રાહ જોઈને ઉભેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. 'ભારત માતા કી જય' અને 'જય શ્રી રામ'ના નારા ગુંજવા લાગ્યા. આ મજૂરોની રાહ જોતી વખતે ખાલી પડેલી દિવાળી સાવ ઓસરી ગઈ હતી. જોરદાર આતશબાજી કરવામાં આવી હતી. માહોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે