Big Breaking - શિક્ષકોની ભરતીને લઈ સરકારે લીધો મહત્વનો નિર્ણય, આટલી જગ્યાઓ પર કરાશે ભરતી


  • Published By :
  • Published Date : 2024-06-19 16:59:06

ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે. શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા આંદોલન કરવા માટે.. ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી કરાશે .. ટાટ 1-2માં ભરતી કરવામાં આવશે. ત્રણ માસની અંદર ભરતી પ્રકિયા શરૂ થશે. 7500 જગ્યાઓ પર શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવશે.    

મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા ઉમેદવાર!

આપણે કહીએ છીએ કે પોતાના હક માટે અવાજ ઉઠાવવો જોઈએ.. જો આપણે પોતાના હક માટે અવાજ નથી ઉઠાવતા તો આપણને આપણો હક નથી મળતો. પોતાની માગ સાથે અનેક વખત આંદોલન કરવામાં આવ્યા છે. ત્યારે ગાંધીનગરમાં ગઈકાલથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમના માગ હતી. આજે સચિવાલય પહોંચ્યા હતા ઉમેદવારો મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા. પરંતુ આજે પણ ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી. તે બાદ સમાચાર સામે આવ્યા કે  મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. 


ત્રણ મહિનાની અંદર થશે પ્રક્રિયા શરૂ...

શિક્ષણ સચિવ સહિતના અધિકારીઓ આ બેઠકમાં  હાજર હતા. તેવી પણ માહિતી સામે આવી છે કે મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ આશા હતી કે કોઈ સારા સમાચાર સામે આવી શકે છે... અને આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવ્યા કે શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ટાટ 1-2માં શિક્ષકોની ભરતી કરવામાં આવશે.. ત્રણ મહિનાની અંદર આ પ્રક્રિયા શરૂ કરાશે..  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે