ભારતની મોટી રાજદ્વારી જીત, કતારમાં સજા ભોગવી રહેલા 8 ભારતીય ભૂતપૂર્વ નૌસેના અધિકારી પરત ફર્યા, તેઓએ આવતાની સાથે જ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:36:33

કતારની જેલમાં બંધ 8 ભારતીય નૌસેનાથી જોડાયેલા પૂર્વ અધિકારીઓ આજે ભારત પરત ફર્યા છે. કતારે 8 ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓ પર જાસુસીનો આરોપ લગાવ્યો હતો. ભૂતપૂર્વ નૌસેનિકોને આરોપોનો સામનો કરવો પડ્યો હતો પરંતુ હવે ભૂતપૂર્વ નૌસેનિકોને કતારે મુક્ત કર્યા છે અને તેઓ ભારત પરત ફર્યા છે. કતારે તેમને પહેલા તેમને મોતની સજા ફટકારી હતી પરંતુ ભારતના અનુરોધ પર તેમની સજાને ઉંમર કેદમાં પરિવર્તિત કરવામાં આવી હતી. ત્યારે હવે કતારમાં ફસાયેલા ભારતીય નૌસેનાના પૂર્વ કર્મચારીઓને ભારત પરત મોકલી દેવાયા છે. 

કતારમાં કોણ કોણ ફસાયું હતું?

જે 8 ભારતીયોને કતારે સજા ફટકારી હતી તે છે - કમાંડર પૂર્ણેદુ તિવારી, કમાંડર સુગુણાકર પકાલા, કમાંડર અમિત નાગપાલ,કમાંડર સંજીવ ગુપ્તા, કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બીરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વષિષ્ઠ અને રાગેશ ગોપાકુમાર.  ભારત પરત ફરેલા અધિકારીઓ વિશે વાત કરીએ તો આઠ ભારતીય ખાનગી કંપની દહેરા વૈશ્વિક ટેક્નોલૉજીસ એન્ડ કંસાલ્ટેંસી સર્વિસીસ માટે કામ કરે છે. ભારતીય નાગરિકો છેલ્લા કેટલાક વર્ષોથી કતરના નવસૈનિકોને તાલીમ આપી રહ્યા છે. 


ક્યારે બની હતી ઘટના? 

કંપનીની માલિકી રોયલ ઓમાન વાયુ સેના કે સેવાનિવાર સ્ક્વાડ્રન લીડર ખામીસ અલ-અજમી પાસે છે. ભારતીય નૌસેનાના આઠ પૂર્વ સૈનિકો વિરૂદ્ધ 25 માર્ચના રોજ કેસ દાખલ કરવામાં આવ્યો. કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોર્ટે ગયા વર્ષે તેમના વિરૂદ્ધ ચૂકાદો સંભળાવ્યો હતો. પૂર્વ અધિકારીઓને ફાંસીની સજા આપવામાં આવી હતી પરંતુ ભારત દ્વારા ભલામણ કરવામાં આવી હતી. ભારતની ભલામણ બાદ આઠેય અધિકારીઓની મોતની સજાને હટાવી દેવામાં આવી હતી અને તેમને આજીવન કેદની સજા આપવામાં આવી. એવું માનવામાં આવી રહ્યું છે કે થોડા સમય પહેલા પીએમ મોદી અને કતારના અમીશ શેખ તમીન બિન હમાદ થલ થાની વચ્ચે મુલાકાત થઈ ગઈ અને તે વખતે આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હશે અને તે બાદ ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


કતારથી પરત આવેલા નૌસેનાના પૂર્વ અધિકારીઓએ શું કહ્યું? 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે  "ભારત સરકાર કતારમાં અટકાયત લેવામાં આવેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરતા આઠ ભારતીય નાગરિકોની મુક્તિના નિર્ણયનું સ્વાગત કરે છે. તે આઠમાંથી સાત ભારત પરત ફર્યા છે. અમે આ નાગરિકોની મુક્તિ અને ઘર વાપસીને સક્ષમ કરવાના કતારના અમીરના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

ભારત પરત ફર્યા બાદ નૌસેનાના પૂર્વ અધિકારીઓએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. કતારથી ભારત પરત ફરેલા ભૂતપૂર્વ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે ભારત પાછા આવવા માટે લગભગ 18 મહિના સુધી રાહ જોઈ. અમે પીએમ મોદીના ખૂબ જ આભારી છીએ. તેમના અંગત હસ્તક્ષેપ અને કતાર સાથેના તેમના સમીકરણ વિના આ શક્ય બન્યું ન હોત. ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા દરેક પ્રયાસો માટે અમે હૃદયપૂર્વક આભારી છીએ.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .