Zomato પર સરકારની મોટી કાર્યવાહી, 402 કરોડની નોટિસ ફટકારી, શું છે સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-12-28 21:56:29

ઓનલાઇન ફૂડ ઓર્ડરિંગ પ્લેટફોર્મ Zomatoને ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) તરફથી  રૂ. 402 કરોડ કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે, કંપનીએ બુધવારે મોડી રાત્રે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું. આ મામલો ડિલિવરી ચાર્જ પર ટેક્સ ન ભરવા સાથે સંબંધિત છે. ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ તે ચૂકવી શકે નહીં કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે.


Swiggyને પણ નોટિસ


આ ટેક્સ નોટિસ 29 ઓક્ટોબર 2019 થી 31 માર્ચ 2022 વચ્ચે વસૂલાત કરને લઈને આપવામાં આવી છે. નવેમ્બરમાં, ડિરેક્ટોરેટ જનરલ ઑફ GST ઇન્ટેલિજન્સ (DGGI) એ Zomatoને પ્રી-ડિમાન્ડ નોટિસ જારી કરી હતી. Swiggy પાસેથી 750 કરોડ રૂપિયાની માંગણી કરતી નોટિસ પણ જારી કરવામાં આવી છે. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સરકાર ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ પરથી ડિલિવરી ફી પર પણ GSTની માંગ કરી રહી છે.


Zomatoએ શું કહ્યું?


જો કે, ફૂડ ડિલિવરી કંપનીઓનું કહેવું છે કે તે ડિલિવરી પાર્ટનર્સ દ્વારા લેવામાં આવે છે, તેથી તેના પર કોઈ ટેક્સ લાગી શકે નહીં. કંપનીનું વધુમાં કહેવું છે કે, 'કંપની માને છે કે તે ડિલિવરી પર કોઈ ટેક્સ ચૂકવવા માટે હકદાર નથી. ડિલિવરી સેવા ડિલિવરી ભાગીદાર દ્વારા પ્રદાન કરવામાં આવે છે, તેથી કંપનીએ તેના પર ટેક્સ ચૂકવવો જોઈએ નહીં. અમારા કાયદાકીય અને ટેક્સ સલાહકારે પણ આ જ સલાહ આપી છે.


શું છે સમગ્ર મામલો-


1 જાન્યુઆરી, 2022 થી, ફૂડ ડિલિવરી પ્લેટફોર્મએ પોતે જ રેસ્ટોરન્ટ્સ વતી GST એકત્રિત કરવો પડશે અને તેને સરકારને સબમિટ કરવો પડશે. જો કે આ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ફી Zomato અને Swiggy દ્વારા લોયલ્ટી પ્રોગ્રામ હેઠળ લેવામાં આવે છે, પરંતુ જો તેઓ ઈચ્છે તો તેને માફ પણ કરી શકે છે. જો કે આ મામલે કંપની દ્વારા વધુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે