વર્લ્ડકપ ફાઈનલમાં મોટી ચૂક, પેલેસ્ટાઈન સમર્થક મેદાનમાં ઘુસ્યો, કોહલીને પાછળથી પકડ્યો, પોલીસે કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2023-11-19 19:54:17

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વર્લ્ડકપની ફાઈનલ દરમિયાન ભારતીય સ્ટાર વિરાટ કોહલીનો એક પ્રશંસક જે પેલેસ્ટાઈનનો સમર્થક હતો તે સુરક્ષા કોર્ડન તોડીને મેદાનમાં ઘુસી ગયો હતો અને તેને (વિરાટ)ને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પ્રથમ ડ્રિંક્સ બ્રેક પહેલા બની હતી. સુરક્ષાકર્મીઓએ આ વ્યક્તિને પકડી લીધો હતો. તેનું નામ વેઈન જોન્સન છે અને તે ચાઈનીઝ-ફિલિપિન્સ મૂળનો ઓસ્ટ્રેલિયન છે. તેની ધરપકડ કરીને ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે. આ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડનમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી મેચમાં લોકો પેલેસ્ટાઈનના સમર્થનમાં હાથમાં ઝંડા લઈને જોવા મળ્યા હતા.


ટી- શર્ટ પર પેલેસ્ટાઈનના સમર્થનમાં લખ્યા સુત્રો


ક્રિકેટ મેચમાં રાજકીય સૂત્રોચ્ચાર કરવો એ ગુનો છે પરંતુ જોન્સન વિદેશી નાગરિક હોવાથી તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જાણી શકાયું નથી. જ્હોન્સને તેના ચહેરા પર પેલેસ્ટાઈન ધ્વજની ડિઝાઈનવાળું માસ્ક પહેર્યું હતું અને ટી-શર્ટની બંને બાજુએ તેના સમર્થનમાં સૂત્રો લખેલા હતા. ટી-શર્ટના આગળના ભાગમાં ‘સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન’ અને પાછળ ‘સેવ પેલેસ્ટાઈન’ લખેલું હતું. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેની ઈવેન્ટ દરમિયાન કોઈપણ રાજકીય સૂત્રોચ્ચારને મંજૂરી આપતું નથી અને ભારતમાં પણ તેને મંજૂરી નથી.


4 સમર્થકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા


પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ મેચમાં પેલેસ્ટાઈનનો ધ્વજ ફરકાવવા અને તેના સમર્થનમાં નારા લગાવવા બદલ 4 સમર્થકોની અટકાયત કરવામાં આવી હતી. આ મામલે કોલકાતા પોલીસે કહ્યું હતું કે આ લોકોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે. અમે તેમની પાસેથી જાણવા માગતા હતા કે આ લોકોએ આવું કેમ કર્યું?




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.