Biharમાં મુખ્યમંત્રી Nitish Kumar ગમે ત્યારે આપી શકે છે રાજીનામું! RJD નેતાએ આપી નીતિશ કુમારને ચેતવણી, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-27 12:27:59

ગઈકાલથી બિહારમાં ચાલી રહેલું રાજકારણ ચર્ચામાં છે. ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બિહારના મુખ્યમંત્રી તરીકે ફરી એક વખત નિતીશ કુમાર શપથ લઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું છે. મળતી માહિતી અનુસાર નિતીશ કુમાર કોંગ્રેસ તેમજ આરજેડીથી નારાજ છે. ઉપરાંત ઈન્ડિયા ગઠબંધનમાંથી પણ તે છેડો ફાડી એનડીએમાં જોડાઈ શકે છે. મુખ્યમંત્રી તરીકે પણ તે શપથ લઈ શકે છે તેવી વાતો સામે આવી છે. 

બિહારના ઉપમુખ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા!

નીતિશ કુમારે અનેક વખત પક્ષપલટો કર્યો છે. કોઈ વખત એનડીએમાં હોય છે તો કોઈ વખત આરજેડી, કોંગ્રેસ વાળા ખેમામાં હોય છે. ગઈકાલથી સમાચાર સામે આવ્યા છે કે ગમે ત્યારે નીતિશ કુમાર એનડીએમાં જઈ શકે છે તે વાતથી રાજકારણ ગરમાયું છે. એનડીએમાં ગમે ત્યારે નીતિશ કુમાર જોડાઈ શકે છે તેવી વાતો પર આરજેડી નેતા અને બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે પ્રતિક્રિયા આપી છે. મીડિય રિપોર્ટ અનુસાર તેમણે જણાવ્યું છે કે આસાનીથી તે સરકારને નહીં પડવા દે. અમે બીજી વખત સરકાર પણ નહીં બનવા દઈએ.    


 

લાલુ પ્રસાદ યાદવે અનેક વખત નીતિશ કુમારને ફોન કર્યા પરંતુ...

એવી માહિતી પણ સામે આવી છે કે આરજેડી ચીફ લાલુ પ્રસાદ યાદવે આ સમાચાર મળતા નીતિશ કુમાર સાથે વાત કરવાની કોશિશ કરી. શુક્રવારે લાલુ પ્રસાદ યાદવે નીતિશ કુમાર સાથે વાત કરવા માટે અનેક વખત ફોન કર્યા પરંતુ તેમણે ફોન ન ઉઠાવ્યો. એવી  માહિતી સામે આવી રહી છે રાષ્ટ્રીય જનતા દળે મીટિંગ બોલાવી છે. તેજસ્વી યાદવે સરકારી આવાસ પર પાર્ટી વિધાયકોની બેઠક બોલાવી છે અને આ બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે નીતિશ કુમાર આગળ શું કરે છે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે