લોકસભા ચૂંટણી પહેલા Bihar CM Nitish Kumar રાજ્યપાલને અચાનક મળવા પહોંચ્યા, રાજકારણ ગરમાયું!


  • Published By :
  • Published Date : 2024-01-23 13:29:59

આ વર્ષે લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને ધ્યાનમાં રાખી રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ ઈન્ડિયા ગઠબંધન છે તો બીજી તરફ ભાજપ છે. આ બધા વચ્ચે રાજકારણ ગરમાયું છે કારણ કે લોકસભા ચૂંટણી પહેલા બિહારના મુખ્યમંત્રી અચાનક રાજભવન રાજ્યપાલ રાજેન્દ્ર અરણેંકરને મળવા પહોંચ્યા હતા. નીતિશ કુમારની સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. ચૂંટણી પહેલા આ મુલાકાતને કારણે રાજકારણ ગરમાયું છે.  


રાજ્યપાલ સાથે 40 મીનિટ સુધી કરી ચર્ચા 

બિહારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કારણ કે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે અચાનક રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે. રાજ્યપાલ સાથેની મુલાકાત 40 મીનિટ સુધી ચાલી હતી. મુખ્યમંત્રી સાથે મંત્રી વિજય ચૌધરી પણ હાજર હતા. એક તરફ એવા સમાચાર સામે આવ્યા છે કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં જોડાઈ શકે છે. 


આ મુદ્દાઓ પર કરવામાં આવી ચર્ચા

સૂત્રો પાસેથી માહિતી સામે આવી છે કે આ બેઠકમાં બજેટ સત્ર અંગે ચર્ચા કરવામાં આવી છે. બજેટ સત્ર વિશે ચર્ચા થઈ ઉપરાંત બીજા અનેક વિષયો પર આ બેઠકમાં ચર્ચા થઈ હોવાની માહિતી સામે આવી છે.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે