બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી, બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું


  • Published By :
  • Published Date : 2023-08-28 18:03:29

બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવને ગુજરાતીઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપવું ભારે પડી રહ્યું છે. અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે બિહારના ઉપમુખ્યમંત્રી અને આરજેડી નેતા તેજસ્વી યાદવને સમન્સ ઈશ્યુ કર્યુ છે. તેજસ્વી યાદવની સામે સમન્સ ઈશ્યુ થતા તેમની મુશ્કેલી વધી શકે છે.  મેટ્રોપોલિટન કોર્ટે નોંધ્યુ છે કે બદનક્ષી કેસમાં તેજસ્વી સામે પ્રાથમિક રીતે ગુનો બને છે. તેજસ્વી યાદવે આગામી 22 સપ્ટેમ્બરે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનિય છે કે ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. 


આગામી સુનાવણી 22 સપ્ટેમ્બરે 


આ મામલે અરજદારના વકીલ દ્વારા અગાઉની સુનાવણીમાં ઈન્કવાયરી ક્લોઝિંગ પ્રોસિજર રજૂ કરાઈ હતી. ગુજરાતીઓને ઠગ કહેવા બદલ તેજસ્વી યાદવ સામે સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ અમદાવાદની મેટ્રો કોર્ટમાં  માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. IPC સેક્શન 499 અને 500 અંતર્ગત બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ મેટ્રો કોર્ટમાં દાખલ કરી હતી. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 202 હેઠળ તપાસના આદેશ આપ્યા છે. અગાઉ આઠમી ઓગસ્ટે હાથ ધરાયેલી સુનાવણીમાં ઈન્કવાયરી પૂર્ણ થતાં અરજદારના વકીલે તેજસ્વી યાદવ સામે સમન્સ ઈશ્યુ કરવા માંગણી કરી હતી. હવે આ કેસમાં આગળની સુનાવણી 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે. 


શું છે સમગ્ર મામલો?


બિહારના ડેપ્યુટી CM તેજસ્વી યાદવે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા બિહાર વિધાનસભાની બહાર મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ હતુ કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફીર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’તેજસ્વી યાદવે પંજાબ નેશનલ બેંકના પૈસા લઈને ભાગી ગયેલા હિરા કારોબારી મેહુલ ચોક્સી સામેની રેડ કોર્નર નોટિસ હટાવવા અને તેમની લાલુ પરિવાર વિરુદ્ધ ચાલી રહેલી CBI તપાસને લઈને આ નિવેદન આપ્યુ હતુ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે